Abtak Media Google News

કોરોના વાયરસનાં સંક્રમણનાં ભયનાં પગલે મંદિરોમાં એકઠા ન થવા ભકતોને અપીલ: ધાર્મિક મેળા મોકુફ રખાયા: કથાઓ થોડા સમય માટે બંધ

કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ ભારતમાં ધીમી ગતીએ વધી રહ્યા છે. આ વાયરસનો કહેર વધુ ઘાતક ન બને તે માટે કેન્દ્ર સરકારે અનેકવિધ પગલા લીધા છે જેના અનુસંધાને રાજય સરકારે પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં અનેક ધાર્મિક મંદિરોએ એકઠા થતા લોકોની ભીડ ઓછી થઈ ગઈ છે. ધાર્મિક સંસ્થાઓએ સરકારની અપીલને વધાવી લીધી હોય તેવો માહોલ છે. કથાઓ થોડા સમય માટે મોકુફ રાખવામાં આવી છે. બીજી તરફ ધાર્મિક મેળાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

કોરોના વાયરસની દૃહેશતને કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદૃરના માધવપુરનો સુપ્રસિદ્ધ મેળો પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. માધવપુરનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો નહીં યોજાય તેવી પ્રવાસન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મહત્વનું છે કે માધવપુરનો મેળો આદિૃકાળથી યોજાઇ રહૃાો હોવાની માન્યતા છે. મેળાની મહત્તા દૃર્શાવતું લોકગીત માધવપુરનો માંડવો અને જાદૃવકુળની જાન પણ ખૂબ પ્રસિદ્ધ છે. પરંતુ હવે ભગવાનની જાન દૃરમ્યાન પરંપરાગત રીતે યોજાતો મેળો નહીં યોજાય તેવી સરકારે જાહેરાત કરી છે.

2.Tuesday 2

દરમિયાન કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક અને એન્ટી બાયોટીક દવાનું વિતરણ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં મેડિકલ સ્ટોર્સમાંથી મોટાભાગના માસ્ક ખુટી ગયા હોવાનું સામે આવ્યું હતું. જો કે, લોકો એકબીજાને મળે ત્યારે એક મીટર જેટલી દૂરી રાખે તેવી સલાહ આપવામાં આવે છે. કોરોનાનું સંક્રમણ હવાથી થઈ શકે છે. આવા સંજોગોમાં લોકો પોતાના ચહેરાને વારંવાર અડે નહીં તેવી તકેદારી રાખવાની સલાહ પણ આરોગ્યના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે. જાહેર સ્થળ પર થુંકનાર પાસેથી મસમોટો દંડ વસુલવાનું શરૂ થઈ ચૂકયું છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરસ પોઝીટીવ કેસ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રથી કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં આવે નહીં તે માટે તકેદારી રાજ્ય સરકાર દાખવી રહી છે. જેના અનુસંધાને શાળા, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ધાર્મિક અને રાજકીય મેળાવડાને કંટ્રોલમાં રાખવાનું સુચન અપાયું છે. પરિણામે જેમ-જેમ લોકો ઓછા એકત્ર થશે તેમ તેમ કોરોનાનું સંક્રમણ લાગવાનો ભય ઓછો થશે. લોકો સેનેટરાઈઝનો ઉપયોગ હાથ ધોવામાં કરે તેવી દલીલ પણ કરવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં ગુજરાતમાં કોરોનાનું ગ્રહણ લાગે નહીં તે માટે રાહતરૂપ પગલા સરકારે લીધા છે જે અત્યાર સુધી ઘણા અંશે કારગત નિવડયા હોવાનું ફલીત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.