Abtak Media Google News

કચ્છના લખપત તાલુકાના ખટીયા પાસે પાંચ હજાર વર્ષ જુના હડપ્પીય સંસ્કૃતીના અવશેષો મળી આવ્યા છે.કેરળ અને ક્ચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા આ જગ્યા પર રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ અવશેષો મળી આવ્યા છે.આ જગ્યા પર પહેલા ગામ વસતુ હોવાની સંભાવના વ્યકત કરાઈ છે.જમીનની થોડી જ ઊંડાઈએ ખોદકામ દરમિયાન પ્રાચીન સંસ્કૃતિના આ અવશેષો મળ્યા છે.Img 20190205 Wa0019

આધુનિક સાધનો વડે ઐતિહાસિક જગ્યાને શોધવામાં આવી છે.વર્ષ ૨૦૧૬ માં સાઇટ મળી આવ્યા બાદ કેરળ અને કચ્છના જીયોલોજીસ્ટ દ્રારા સંશોધન હાથ ધરાયું હતું.જેમાં ચાર પાંચ દિવસ પૂર્વે ખોદકામ શરૂ કરાયું હતું ખોદકામ સંસોધન કર્યા બાદ યુનીવર્સીટીના નિષ્ણાતો આ સ્થળનો અભ્યાસ કરશે.

હાલ તો અવશેષો મળી આવવાથી ઇતિહાસકારોમાં કંઈક નવું જાણવાની ઈચ્છા જાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે , કચ્છમાં આવા અનેક સ્થળોએ પ્રાચીન અવશેષો દબાયેલા છે.જેનો સમયાંતરે ઇતિહાસવિદો દ્વારા અભ્યાસ કરાતો હોય છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.