Abtak Media Google News

૪૦ કરોડ સબસ્ક્રાઇબર્સ નેટવર્ક સાથે આવક: કંપની રિલાયન્સે ૩૦,૦૦૦ કર્મચારીઓ વધાર્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી રૂ. ૧૫૨,૦૫૬ કરોડનું મૂડીરોકાણ મેળવ્યું છે જેમાં ફેસબૂક, ગૂગલ, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટ્લાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઇએ, ટીપીજી, એલ કેટ્ટેર્ટોન, પીઆઇએફ, ઇન્ટેલ કેપિટલ અને ક્વાલકોમ વેન્ચર્સનો સમાવેશ થાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી રૂ. ૩૭,૭૧૦ કરોડનું મૂડીરોકાણ મેળવ્યું છે જેમાં સિલ્વર લેક, કેકેઆર, જનરલ એટ્લાન્ટિક, મુબાદલા, જીઆઇસી, ટીપીજી અને એડીઆઇએનો સમાવેશ થાય છે. RRVL દ્વારા રૂ. ૨૪,૭૧૩ કરોડના રોકાણ બદલ ફ્યૂચર ગ્રૂપનો રિટેલ અને હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિક્સ તા વેરહાઉસિંગ બિઝનેસ હસ્તગત કર્યો છે. આ હસ્તાંતરણ સેબી, સીસીઆઇ, એનસીએલટી, શેરધારકો, ધિરાણકર્તા અને અન્ય જરૂરી મંજૂરીઓને આધિન રહેશે. RRVL દ્વારા રૂ.૬૨૦ કરોડના રોકાણ દ્વારા અગ્રણી ડિજિટલ ફાર્મા કંપની Netmedsનો બહુમતી હિસ્સો હાંસલ કર્યો છે.

ત્રિમાસિક ગાળામાં આવક રૂ. ૧૨૮,૩૮૫ કરોડ (૧૭.૪ બિલિયન અમેરિકન ડોલર) ઇ, ૨૭.૨% વધુ નોધાયો હતો અને ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો પહેલાંની ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાંની આવક (EBITDA) રૂ. ૨૩,૨૯૯ કરોડ (૩.૨ બિલિયન અમેરિકન ડોલર) ઇ, ૭.૯% વધુ ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો પહેલાનો ચોખ્ખો નફો રૂ. ૧૦,૬૦૨ કરોડ (૧.૪ બિલિયન અમેરિકન ડોલર) હતો, ૨૮.૦% વધુ  રોકડ નફો રૂ. ૧૬,૮૩૭ કરોડ (૨.૩ બિલિયન અમેરિકન ડોલર) હતો, ૨૦.૯% વધુ  શેરદીઠ આવક (ઇ.પી.એસ.) શેર દીઠ રૂ. ૧૪.૮ હતું, ૧૪.૯% વધુ નોધાય હતી.

ત્રિમાસિક ગાળાની આવક રૂ. ૬૪,૪૩૧ કરોડ (૮.૭ બિલિયન અમેરિકન ડોલર) હતી, ૨૩.૩% વધુ  થવા પામી છે. ચીજો પહેલા EBITDA રૂ. ૧૧,૮૧૧ કરોડ (૧.૬ બિલિયન અમેરિકન ડોલર) હતી, ૪.૦% વધુ  ચીજો પહેલા ચોખ્ખો નફો રૂ. ૬,૫૪૬ કરોડ (૮૮૭ મિલિયન અમેરિકન ડોલર) હતો, ૩૪.૩% વધુ ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો પહેલા રોકડ નફો રૂ. ૭,૨૦૧ કરોડ (૯૭૬ મિલિયન અમેરિકન ડોલર) હતો, ૩૧.૬% વધુ  ત્રિમાસિક ગાળાની નિકાસ રૂ. ૩૪,૫૦૧ કરોડ (૪.૭ બિલિયન અમેરિકન ડોલર) હતી, ૫.૬%ની વૃદ્ધિ સાથે કપનીએ વિકાસ સાધો હતો.

રિલાયન્સ રીટેલ દવા ત્રિમાસિક ગાળા માટેની આવક રૂ. ૪૧,૧૦૦ કરોડ (૫.૬ બિલિયન અમેરિકન ડોલર) રહી, જે ૩૦.૦ % વધારે છે.

ત્રિમાસિક ગાળા માટેની ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાની આવક (ઊઇઈંઝઉઅ)રૂ. ૨,૦૦૬ કરોડ (૨૭૨ મિલિયન અમેરિકન ડોલર) રહી, જે ૮૫.૯ % વધારે છે.

ચોખ્ખો નફો રૂ. ૯૭૩ કરોડ (૧૩૨ મિલિયન અમેરિકન ડોલર) રહ્યો, જે ૧૨૫.૮ % વધારે છે. રોકડ નફો રૂ. ૧,૪૦૮ કરોડ (૧૯૧ મિલિયન અમેરિકન ડોલર) રહ્યો, જે ૭૭.૩ % વધારે છે. હાલમાં ચાલુ ફિઝીકલ સ્ટોર્સની સંખ્યા ૧૧,૯૩૧, ત્રિમાસિક ગાળામાં ૧૨૫ સ્ટોર્સનો ચોખ્ખો વધારો નોધાયો.

પરિણામો પર ટીપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને રીટેલ વિભાગમાં રીકવરી અને ડિજીટલ સર્વિસીસ વ્યવસાયમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિ સાથે અમે અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ સમગ્ર તયા મજબૂત કામકાજી અને નાણાંકીય પ્રદર્શન દર્શાવ્યું છે.

અમારા ઓઇલ-ટુ-કેમિકલ (ઓ૨સી) વ્યવસાયમાં સ્થાનિક માગમાં તીવ્ર સુધારો થયો છે અને મોટાભાગના ઉત્પાદનોની માગ કોવિડ પહેલાંની સ્થિતિએ પહોંચી છે. સમગ્ર દેશમાં લોકડાઉન હળવું થતાં મુખ્ય વપરાશની વસ્તુઓમાં મજબૂત વૃધ્ધિ સો રીટેલ વ્યવસાય પ્રવૃત્તિઓ હવે સમાન્ય બની છે. છેલ્લાં છ મહિનામાં જિયો અને રીટેલ વ્યવસાયમાં ઘણી મોટી મૂડી ઊભી કરવા સાથે ઘણાં વ્યૂહાત્મક અને નાણાંકીય રોકાણકારોને અમે રિલાયન્સ પરિવારમાં આવકાર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.