Abtak Media Google News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશ્ર્વના પ્રથમ અને સૌથી મોટા રિફાઈનરી ઓફ ગેસ ક્રેકર કોમ્પ્લેક્ષને સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે. અને ડિઝાઈન કર્યા મુજબનું ઉત્પાદન મેળવ્યું છે. આ પ્રોજેકટની ક્ષમતા ડાઉનસ્ટ્રીમ પ્લાન્ટો અને સગવડો સાથે વાર્ષિક ૧.૫ મિલિયન મેટ્રીક ટન છે. આર.ઓ.જી.સી. કોમ્પ્લેક્ષ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આર.આઈ.એલ.ના જામનગર રિફાઈનરી પેટ્રો કેમિકલ્સ સંકુલમાં આવેલા સૌથી નવીનતમ અને વૈશ્ર્વિક સ્તરનાં જે ૩ પ્રોજેકટનો સૌથી મહત્વનો ભાગ છે.

આર.ઓ.જી.સી. સંકુલ કાર્યરત થવા સાથે, આર.આઈ.એલ.ના પેટ્રોકેમિકલ્સ પોર્ટફોલિયોનું સૌથી મોટુ વિસ્તરણ ક્ષતિરહિત રીતે પૂર્ણ થયું છે. તાજેતરનાં વર્ષોમાં આ ક્ષેત્રમાં થયેલું આ વિશ્ર્વનું સૌથી મોટુ મૂડી વિસ્તરણ છે. તે મૂલ્ય શ્રૃંખલામાં વર્ટીકલ ઈન્ટીગ્રેશનથી ખર્ચમાં ઘટાડા તથા કાર્યક્ષમતામાં વધારા માટેની તકોને ઝડપી લેવા માટેની આર.આઈ.એલ.ની વ્યૂહરચનાને દર્શાવે છે.

આર.ઓ.જી.સી સંકુલની મહત્વની લાક્ષણિકતા એ છે કે તેમાં જામનગરમાં આવેલી આર.આઈ.એલ.ની બે રિફાઈનરીઓમાંથી મળતા ગેસનો ઉપયોગ થાય છે. રિફાઈનરીઓ સાથેના સંકલનના નવીનતમ અભિગમને કારણે મળતા ખર્ચમાં બચતના લાભથી આર.ઓ.જી.સી આ પ્રકારનો લાભ મેળવતા મધ્ય પૂર્વ અને ઉતર અમેરિકાના ક્રેકરની સરખામણીએ વધારે સ્પર્ધાત્મક બનશે.

વૈશ્ર્વિક સ્તરે ૨૭૦ ઈથિલિન પ્લાન્ટ છે. જેની સંયુકત ક્ષમતા ૧૭૦ એમ.એ.ટી.પી.એ છે પાંચ ઉત્પાદન સ્થળો સહિત આર.આઈ.અલે.ની કુલ ઈથિલિન ક્ષમતા હવે લગભગ ૪ એમ.એમ.ટી.પી.એ જેટલી થઈ છે. આર.ઓ.જી.સી. અને આયાતી ઈથેન સાથ. આર.આઈ.એલ. હવે સૌથી સ્પર્ધાત્મક અને લવચિકતાપૂર્ણ ક્રેકર પોર્ટફોલિયો ધરાવે છે.

જામનગરમાં એલ.એલ.ડી.પી.ઈ. અને એલ.ડી.પી.ઈ. પ્લાન્ટો તેમજ અન્ય ઉત્પાદન સ્થળોએ વર્તમાન પી.ઈ. પ્લાન્ટો સહિત હવે આર.આઈ.એલ. ભારતીય બજારમાં ગ્રાહકો દ્વારા વપરાશમાં લેવાતા તમામ પ્રકારનાં પી.ઈ. ગ્રેડનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

આર.ઓ.જી.સી સંકુલનું નિર્માણ વિક્રમજનક સમયમાં અને તે પણ વૈશ્ર્વિક સ્તરે સ્થાપવામા આવતા આપ્રકારનાં પ્રોજેકટની સરખામણીએ લગભગ ૪૦ ટકા ઓછા ખર્ચે કરવામાં આવ્યું છે. સાતત્યપૂર્ણ રીતે ખર્ચમાં કરકસરનો લાભ, સ્પર્ધાત્મક પ્રોજેકટ ડિયૂલ નીચો મૂડી ખર્ચ અને ક્ષતિરહિત નિબાંધ પ્રારંભ આર.ઓ.જી.સી સંકુલને સંકલ્પનાથી મૂર્તિમંત સ્વ‚પ અપાયેલો વૈશ્ર્વિક સ્તરે સૌથી શ્રેષ્ઠ પ્રોજેકટ બનાવે છે.

આ અભૂતપૂર્વ સિધ્ધિ અંગે ટીપ્પરી કરતા મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતુ કે, વિશ્ર્વનો સૌ પ્રથમ આર.ઓ.જી.સી અને ડાઉનસ્ટ્રીમ પ્લાન્ટો આર.આઈ.એલ.નાં પેટ્રોકેમીકલ્સ વ્યવસાયની નફાકારતા અને સાતત્યપૂર્ણતામાં નમૂના‚પ પરિવર્તનને પ્રસ્થાપિત કરે છે. આર.ઓ.જી.સી. સંકુલનું નિર્માણ કાચામાલના સંકલનથી ઉદ્યોગમાં સૌથી ઓછા ખર્ચ અને સૌથી વધારે કાર્યક્ષમતાના સિમાચિહનો પ્રસ્થાપિત કરવાની અમારી મુખ્ય ફીલસૂફીને આધારે કરવામાં આવ્યું છે. આર.આઈ.એલ.ના જટીલ પ્રોજેકટોના કાર્યક્ષમ અમલ અને ક્ષતિરહિત પ્રારંભની ક્ષમતાથી મળતા અનોખા સ્પર્ધાત્મક લાભને ફરીથી દર્શાવતું આ વિશ્ર્વસ્તરીય પેટ્રોકેમીકલ્સ વિસ્તરણ તેના મુગટમાં વધુ એક હિરો ઉમેરે છે. આર.આઈ.એલ.નાં દૂરંદેશી પૂર્ણ સ્થાપક ચેરમેન શ્રી ધી‚ભાઈ એચ. અંબાણીને આ યોગ્ય શ્રધ્ધાંજલી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.