Abtak Media Google News

કરલો દુનિયા મુઠ્ઠીમે રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીના શબ્દો હ વે અક્ષરસ પૂરવાર થઈ રહ્યા હોય તેમ તાજેતરમાંજ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ની યાદીમાં ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચનું સ્થાને પામી છે.

વિશ્વભરનાં કોર્પોરેટ જગતની આંખો આંજી દેનારા સર્વેમાં ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ની યાદીમાં ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટોચનું સ્થાન પામી છે.

વોલમાર્ટ સાયનોયકગ્રુપ રોયલ ડચ, સેલ, ચાઈના નેશનલ પેટ્રોલીયમ અને સ્ટેટ ગ્રીડ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેના રિલાયન્સ ઈન્ડીયા લીમીટેડનો ૧૦૬ નંબર પરથી હનુમાન કુદકો લગાવીને ૪૨મો નંબર મેળવ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ના લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવવામાં સફળ થઈ છે. પેટ્રોલીયમ અને રિટેલવેપારમાં સરકારની ઈન્ડીયન ઓઈલ કંપની દેશની સૌથી મોટી કંપની બની છે. રિલાયન્સ અગાઉના ૧૦૬ નંબર પરથી તરકકી કરીને ૪૨માં નંબરે આવી છે.

 બીજી તરફ આઈઓસીએ એ ૨૦ અંકનો સુધારો મેળવીને ૧૧૭મો ક્રમ મેળવ્યો છે. ઓએનજીસી ટોપ ૫૦૦માં ૧૬૦મો નંબર, બેંકો ઓફ ઈન્ડીયા ૨૩૬ ટાટા મોટર્સે ૨૬૫ ભારત પેટ્રોલીયમ ૨૭૫ રાજેશ એક્ષપોર્ટ ૪૯૫નો ક્રમ મેળવવામાં સફળ થઈ છે.

વોલ માર્ટ દ્વારા સાયનોપેક ગ્રુપ રોયલ ડચ, સેલ, ચાઈના નેશનલ પેટ્રોલીયમ અને સ્ટેટગ્રીડના સહયોગથી હાથ ધરવામાં આવેલા સર્વેની હાથ ધરવામં આવેલી તૈયારીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી ટોચની પ્રગતિશીલ કંપની બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.