Abtak Media Google News

રિલાન્સ જીઓના માર્કેટમાં આવ્યા બાદ ટેલિકોમ કંપનીઓમાં પ્રાઇસ અને ડેટા વોર શરૂ થઈ ગઈ છે.દરેક કંપની પોતાના યુઝર્સ માટે એક પછી એક નવા પ્લાન આપી રહી છે દિવાળી બાદ જીઓએ પોતાના  બધા પ્લાનમાં બદલાવ કર્યો છે. ઘણા પ્લાનમાં કંપનીએ ડેટા ઘટાડી દીધો છે. પરંતુ બધા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા ચાલુ રાખી છે. આ બધા સાથે કંપનીએ પોતાનું એક ખાસ પ્લાન લોન્ચ કર્યો છે.

કંપની તરફથી આ નવા પ્લાનમાં યુઝર્સને 350 GBની હાઇ સ્પીડ આપવામાં આવી છે. સાથે જ આ પ્લાન વર્ષના 360 દિવસ સુધી વેલીડ રહશે. જો તમારા આ પ્લાનમાં 360 દિવસ પહેલા જ ડેટા ખત્મ થઈ જાય તો પણ તમારા ફોનમાં ઇન્ટરનેટ બંધ નહી થાય અને અનલિમિટેડ ઇન્ટરનેટ ચાલુ જ રહશે.પરંતુ તેમાં ઇન્ટરનેટની સ્પીડ થોડી ઓછી થઈ જાશે.

કંપનીના આ પ્લાનની કિમત 4,999 રૂપિયા રાખવામા આવી છે. કંપની તરફથી સૌથી સસ્તો પ્લાન 52 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે.

350 GB વાળા આ પ્લાનમાં જીઓના બીજા પ્લાનની જેમ જ અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ એસએમએસ આપવામાં આવી રહ્યા છે. સાથે જ આ પ્લાનમાં તમે જીઓની બઘી એપને ફ્રીમાં યુઝ કરી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.