Abtak Media Google News

રિલાયન્સ જિઓ લોન્ચ થયાને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. કંપની સતત પોતાના પ્લાન્સમાં ફેરફાર કરતી રહી છે. કંપની બજારમાં જિઓ ફોન પણ લાવી છે, જેનો ઉપયોગ ટૂંકમાં જ શરૂ થઈ જશે. કંપની ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખીને JioFi ડિવાઈસ પર પણ ઓફર આપી રહી છે. ઉપરાંત રિલાયનસ્ જિઓએ પોતાના ટેરિફ પ્લાનમાં કેટલાક ફેરફાર કર્યા છે.

જિઓ દ્વારા સૌથી મોટો ફેરફાર ૧૪૯ રૂપિયા વાળા ટૈરિફ પ્લાનમાં કરવામાં આવ્યો છે. ૧૪૯ રૂપિયાવાળા પ્લાનમાં 2GB 4G ઈન્ટરનેટ, અનલિમિટેડ વોઈસ કોલિંગ, ૩૦૦ એસએમએસ અને જિઓ એપ્સનું સબસ્ક્રિપ્શન આપશે. જોકે 2GB ડેટા લિમિટ ખતમ થઈ જવા બાદ પણ તમારી ઈન્ટરનેટ સર્વિસ ચાલું રહેશે.

જોકે ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 4Gમાંથી 64kbpsની થઈ જશે. પરંતુ તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. જૂના ૧૪૯ રૂપિયાવાળા ટેરિફ પ્લાનમાં લિમિટ ખતમ થયા બાદ કોઈ પ્રકારનો ડેટા નહોતો આપવામાં આવતો.

ઉલ્લેખનીય છે કે, કંપનીના અન્ય પ્લાનમાં આ સુવિધા હતી, પણ ૧૪૯ રૂપિયા વાળા પ્લાનમાં તે નહોતી. રિલાયન્સ જિઓ ૧૯ રૂપિયાથી લઈને ૧૯૯૯ રૂપિયા સુધીના પ્લાનની સુવિધા આપે છે. તેમાં સૌથી વધારે કરાતું રિચાર્જ ૩૯૯ રૂપિયાનું છે. જેમાં ૮૪ દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, 84GB ડેટા અને અન્ય સુવિધાઓ મળે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.