Abtak Media Google News

ફયુચર બ્રાન્ડ ઇન્ડેક્ષ-૨૦૨૦ના આંકડા જાહેર: ઉત્પાદન અને ગ્રાહક સેવામાં રિલાયન્સે મેદાન માર્યુ ક્ષ

વિશ્વના ટોચના અબજોપતિઓમાં સામેલ મુકેશ અંબાણીની ઓઇલ અને ટેલીકોમ ક્ષેત્રે કાર્યરત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વમાં સૌથી મોટી બીજા નંબરની બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. ફયુચર બ્રાન્ડ ઇન્ડેક્ષ-૨૦૨૦ માં એપલ પછી રિલાયન્સનો બીજો નંબર આવ્યો છે.

આ વર્ષે રિલાયન્સની અભૂતપૂર્વ સિઘ્ધિ જેવા બીજા નંબરે તેની અનેક ઉપલબ્ધીઓ સાથે ૨૦૨૦ ના ઇન્ડેક્ષમાં ફયુચર બ્રાન્ડમાં રિલાયન્સને બીજા નંબરની બ્રાન્ડનું સિરપાવ આપવામાં આવ્યો હતો.

ભારતની સૌથી વધુ અને એક માત્ર નફો કમાવતી કં૫ની રિલાયન્સ ખુબ જ સન્માનીય અને આદર્શ સૈઘ્ધાતિક દ્રષ્ટીકોણ સાથે વિકાસ સાધતી કં૫ની અને તેના પ્રગતિશીલ ઉત્પાદન અને મહાન ગ્રાહક સેવાને લઇને લોકો તેની સાથે મજબુતથી લાગણી શીલ સંબંધોથી તેના સંચાલન  અને અસ્તિત્વ સાથે જોડાયેલા હોવાનું જણાવાયુઁ હતું.

ફયુચર બ્રાન્ડ કે જે વૈશ્ર્વિક બ્રાન્ડ ટ્રાન્સફોમેશન કંપની છે. તેમણે જણાવ્યું હતું કે રિલાયન્સની સફળતાનો ક્ષેય મુકેશ અંબાણીના યોગદાન ને જ આપવું ઘટે, નિરંતર પ્રગતિશીલ ભારતીય પેઢી તરીકે રિલાયન્સ ભારતીયો માટે એક આદર્શ પ્રગતિશીલ પેઢી તરીકે ગૌરવરૂપ કંપની બનીને વૈશ્ર્વિક મંચ ઉપર ઉભરી રહી છે. અત્યારે વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ એપલ પછી બીજા નંબરની કંપની તરીકે રિલાયન્સની સ્થિતી વધુ મજબુત અને આદર્શ વિકાસને સંપૂર્ણપણે કંપનીના ચેરમેનએ રિલાયન્સના પેટ્રોલીકલના બિઝનેશને ડીઝીટલ સર્વિસમાં લઇ જઇને દેશના દરેક ગ્રાહકની જરુરીયાત પુરી કરવાના ખુબ જ સારા પ્રયાસોનું એક સુનિશ્ર્ચિત માળખુ તૈયાર કર્યુ છે. આજે કંપની અનેક ક્ષેત્રો અને અસંખ્ય વ્યવસાયો સાથે સંકળાયેલી છે. તેમાં ઉર્જા, પેટ્રો કેમિકલ, ટેક્ષટાઇલ્સ, કુદરતી સંશોધનો, છુટક વેચાણ બજાર અને ટેલી કોમ્યુનિકેશન બાદ હવે ગુગલ અને ફેસબુક પણ પેઢીમાં હિસ્સેદાર કરી રહી છે. અમને વિશ્વાસ છે કે રિલાયન્સ આગામી ઇન્ડેક્ષમાં સૌથી ટોચનું સ્થાન પ્રાપ્ત કરશે.

ફયુચર બ્રાન્ડમાં જણાવાયું હતું કે ફયુચર બ્રાન્ડની છ વર્ષની કવાયતમાં વિશ્ર્વની ઔઘોગિક સ્થિતિ નાટયાત્મક રીતે બદલાઇ  ચુકી છે. કંપનીઓની કાર્ય શૈલી, કામ કરવાની પઘ્ધતિ અગ્રતાના ધોરણે ટોચની ૧૦૦ કંપનીઓની સંઘર્ષ અને પ્રગતિનો બાર મહિના પહેલા આશ્ર્ચર્યજનક અને અવરણીય પ્રગતિ નોંધાઇ હતી.

માર્કેટ વેલ્યુ, ક્ષમતા, સમૃઘ્ધી ના માપદંડ ઘ્યાને લેવામાં

ધ ફયુચર એન્ડ ઇન્ડેક્ષ વૈશ્વિક અભ્યાસ અને વિશ્વની ટોચની ૧૦૦ કં૫નીઓની માર્કેટ વેલ્યુ તેની ક્ષમતા, આર્થિક સમૃઘ્ધિના માપદંડને લઇને કરવામાં આવે છે. ફયુચર બ્રાન્ડ ઇન્ડેક્ષ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ફયુચર બ્રાન્ડ ઇન્ડેક્ષ ૨૦૨૦માં કંપનીઓની કાર્યક્ષમતા કામદારોની પાળી અને વિશ્ર્વસ્તરે સ્વાયત્ત ધોરણે કં૫ની પોતાને કેવી રીતે પ્રસ્તુત કરે છે તેના ઉ૫ર આ રેકીંગ આપવામાં આવે છે. ૨૦૨૦ના ફયુચર રેકીંગ ઇન્ડેક્ષ-૨૦૨૦ માં એપલનો પ્રથમ નંબર જયારે સેમસંગનો ત્રીજો બતાવવામાં આવ્યો હતો. ત્યાર પછી ન્યુવિડિયા, મોટાઇ, નાઇક, માઇક્રોસોફ એએસએમએલ અને નેટફિક્ષ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે પીડબલ્યુડી ૨૦૨૦માં રિલાયન્સનો નંબર ૯૧મો બતાવવામાં આવ્યો હતો. એએસએમએલ, હોલ્ડિગસ, પેપાલ, દાનાહર,  સાઉદી આરામકો, અમેરિકન ટાવર કોર્પોરેશન જેવી કુલ ૧પ નવીકંપનીઓને એન્ટ્રી અને તેમાંથી ૭ કંપની ટોચ ટવેન્ટીમાં સામેલ થઇ છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બીજો નંબર પ્રાપ્ત કર્યો હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.