ઘરડા ઘરમાં મા-બાપને મૂકતા દિકરાઓને શીખ આપતી શોર્ટ ફિલ્મ ર્માં રિલીઝ

ડાયરેક્ટર હામીદ શેખ, પ્રોડ્યુસર મોતીભાઈ રાદડિયા : કલાકારો સેજાદ ખાન, મોનલ પટેલ સહિતનાઓએ પાથર્યા છે અભિનયના ઓજસ

તાજેતરમાં ઇપીએચ એન્ટરટેઇનમેન્ટ ચેનલમાં ‘માઁ’ નામની શોર્ટ ફિલ્મ રીલીઝ થઇ છે જેનો ઉદેશ્ય સમાજને એક નવી દિશા આપવાનો છે.

અત્યારની જનરેશન અને સમાજમાં ચાલી રહેલા ચક્રવાતને એક શોર્ટ ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ખાસ તો માની મમતા, પ્રેમનું શું છે?અને પુત્રવધુના આવ્યા બાદ એક દીકરાની હાલાત કેવી થાય છે તે દર્શાવતી શોર્ટ ફિલ્મ જેનું નામ ‘માઁ’ છે તે એક મેસેજ આપવામાં આવ્યો છે. જયારે પણ મારા માતા-પિતાની જરુર તમને પડે છે ત્યારે એ એમનો કોઇપણ સમય કાઢી દીકરાની મદદમાં ખડે પગે હોય છે. અને જયારે દીકરાને રુણ ચુકવવાનું થાય છે ત્યારે અમુક દીકરાઓ એવા હોય છે કે પોતાના સંસારને ચલાવવા અથવા તો ઘણી વહુઓ પણ એવી હોય છે કે તેમના શોખ પુરા કરવા ધરડાને ઘરમાં નથી રાખતા, માતા-પિતાને રજડતા કરી મુકે છે.

આવા કપરા સમયમાં જયારે દીકરો લાઠી બનવી જોઇએ. એની જગ્યાએ દીકરાનું ઘર મુકીને મા-બાપને ધરડા ઘરમાં આશરો લેવો પડે છે. છતાં સંતાનોએ સંતાન વગરની જીંદગી જીવવી પડે છે. તો આવું ના થાય અને આ શોર્ટ ફિલ્મ દ્વારા કોઇપણ વ્યકિત આ કામ કરતા અટકે એ માટે પ્રોડકશન હાઉસ ઇપીએચ એન્ટરટેઇનમેન્ટ ચેનલમાં રીલીઝ થઇ ગઇ છે. જેનું નામ ‘માઁ’ છે જેના ડાયરેકટર રાઇટર હામીદ શેખ, પ્રોડયુસર મોતીભાઇ રાતડીયા, આસ્ટી. ડાયરેકટર વિવેક જાલા, પ્રોડકશન મેનેજર જીગીશા ચાવડા, કાસ્ટ સેજાદખાન, મોનલ પટેલ, નીલમ આશર, શોભના જાદવ, જયદેવ ડોડીયા, આરુષી ચાવડા, જીગીશા ચાવડા  તુષાર પ્રજાપતિએ અભિનય કરેલ છે.તમામ ટીમ મેમ્બરે ભેગા થઇને સમાજને એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે.

Loading...