Abtak Media Google News

આદુ આયુવેર્દિક ઔષદી છે. જે અનેક બિમારીઓ માટે ઉ૫યોગી બને છે. વર્ષોથી લોકો આદુનો ઔષધીરૂપે ઉપયોગ કરતા આવ્યા છે. આદુના મુળમાં કોપર, મેગેનીઝીયમ અને પોટેશિયમ સહિત વિટામિન ઇ, સી અને એ રહેલા હોય છે. આદુથી માત્ર શરીરને પોષણ જ નથી મળતું પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તમે કાચુ આદુ પણ ખાઇ શકો છો અને તેનુ જ્યુસ, પાણી કરીને પણ લઇ શકો છો.

૧- બ્લડ શુગર કંન્ટ્રોલ : વિવિધ અભ્યાસ પ્રમાણે અદરકનું પાણી લેવાથી બ્લડ શુગર ઓછું થાય છે. આ ઉપરાંત પાચનશક્તિને પણ આદુનું પાણી નિયંત્રણમાં રાખે છે.

૨- વજન ઘટાડવા માટે : જો તમે ચરબીના થર ઘટાડવા માંગતા હોય તો તમારા  ડાયેટમાં ગરમ આદુનું પાણી ઉમેરો જેને સવારે નરણાં કોઠે પીવાથી તેમજ જમ્યા પહેલા લેવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તે હદ્ય હુમલાનું જોખમ પણ ઘટાડે છે. અને તમારા વધુ જમવાની આદતને પણ કંટ્રોલ કરી શકો છો.

૩- શરીરને હાઇડ્રેટેડ રાખે છે : આપણુ શરીર ૭૦ ટકા પાણીથી બન્યું છે માટે તેમાં પાણીની ઉળપથી અનેક મુશ્કેલીઓ થઇ શકે છે. રોજ સવારે આદુનું પાણી પીવાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી.

આદુનું પાણી કઇ રીતે બનાવશો ?

બજારમાં આદુનો પાઉડર ઉપલબ્ધ છે પરંતુ ફ્રેશ આદુ સૌથી સારો વિકલ્પ છે. સૌથી પહેલા આદુને ઠંડા પાણીથી સાફ કરી લો, હવે અડધી ચમચી આદુને છીણી લો. તેમાં પાણી નાખી ઉકાળો. હવે આ પાણીને ઠંડુ થયા બાદ પી શકો છો તેનો સ્વાદ વધારવાં તમે આદુ અથવા મધ ભેળવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.