રાણીમાં રૂડીમાં સેવા સમિતિ દ્વારા ૧૦૧ દીકરીઓના સમૂહ લગ્ન માટે કાલે નોંધણી

વર-ક્નયાના વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરી જવા સમિતિના સભ્યોનું આહવાન

રાણીમાં રૂડીમાં સેવા સમીતી દ્વારા ભરવાડ સમાજના શ્રેષ્ઠીઓના સહયોગી આગામી મે મહિનાની પાંચમી તારીખે ૧૦૧ દિકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવની નોંધણી માટે આવતીકાલે તા.૧૫ના રોજ માર્કેટીંગ યાર્ડ સામે ભરવાડ સમાજની વાડી, ભગીર સોસાયટી શેરી નં.૧૧, સંતકબીર રોડ ખાતે સંપર્ક કરવા આહવાન આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, રાણીમાં રૂડીમાં સેવા સમીતીના સભ્યો સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા ખુબજ જહેમત ઉઠાવી રહ્યાં છે. સમૂહ લગ્નોત્સવ રાણીમાં રૂડીમાંનો વિસામો, બિલેશ્ર્વર રેલવે સ્ટેશનની બાજુમાં હડમતીયા ગામ ખાતે યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં દિકરીઓને ઘર વપરાશની ૫૦ી વધુ વસ્તુઓ ભેટમાં અપાશે. રાણીમાં રૂડીમાં સેવા સમીતી દ્વારા આ ૧૪મો સમૂહ લગ્નોત્સવ છે. આ પ્રસંગે સાધુ-સંતો અને મહંતો નવયુગલોને આશિર્વાદ આપવા ઉપસ્તિ રહેશે.

આવતીકાલે તા.૧૫ના રોજ ફોર્મ ભરી ડોક્યુમેન્ટ આપવાનું સુચન વાસુરભાઈ જાપડા, બેબાભાઈ મુંધવા, વજાભાઈ ફાગલિયા, મંગાભાઈ બાંભવા, રેપાભાઈ શિયાળ, બિજલભાઈ કાટોડિયા, રઘુભાઈ મુંધવ, ઈંદુભાઈ ભુંડિયા, જેશાભાઈ બોહરિયા, અજયભાઈ બાબુતર, રમેશભાઈ મુંધવા, અલ્પેશભાઈ ખીંટ, જયેશભાઈ મુંધવા, જેહાભાઈ, ગોલતર, પોપટભાઈ ટોળીયા દ્વારા કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે ડાયાભાઈનો મો.૮૧૬૦૦ ૩૦૨૩૦નો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

Loading...