Abtak Media Google News

ગેરકાયદે લાયન શો સહિતની પ્રવૃતિઓ પર કાબુ મેળવવામાં વન વિભાગ ટૂંકુ પડતું હોવાનો સૂર.

માત્ર ગીરનાં જંગલમાં જ જોવા મળતા ગુજરાતનાં ગૌરવસમા એશિયાટીક લાયનનાં અસ્તિત્વને ટકાવી રાખવા વન વિભાગ દ્વારા ત્રી-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ભલામણ કરવામાં આવી છે. જોકે, ગીરના જંગલમાં ગેરકાયદેસર ચાલતા લાયન શો સહિતની પ્રવૃતિ વધી રહી હોવા છતાં વન વિભાગે સિંહોની સુરક્ષા માટે અગાઉ સુચવેલા પગલા લેવામાં ન આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

૨૨૦૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલ ગીર સેન્ચુરીમાં છેલ્લા દાયકામાં સિંહોની વસ્તી વધી છે પરંતુ સાથે-સાથે ગેરકાયદે લાયન શો, સિંહોનું સ્થળાંતર સહિતના પ્રશ્ર્નો ઉભા થયા છે. આ સંજોગોમાં વર્ષ ૨૦૦૭માં સિંહોના શિકારની ઘટના સામે આવતા સરકાર સફાળી જાગી હતી અને ગુજરાતનાં ગૌરવસમા સિંહોની સુરક્ષા વ્યવસ્થા મજબુત બનાવવા એડીશનલ પ્રિન્સીપાલ ચીફ ક્ધઝરવેટર ઓફ ફોરેસ્ટની જગ્યા ઉપસ્થિત ફરી સતાઓનું વિકેન્દ્રીકરણ દુર કરી એક જ અધિકારીને તમામ સતા સોંપવા ભલામણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ ભલામણ ફકત કાગળ ઉપર જ રહી છે.

દરમિયાન છેલ્લા વર્ષોમાં ગીર અભ્યારણમાં ગેરકાયદેસર ધમધમતા લાયન શોની એક પછી એક ઘટનાઓ સામે આવતા વન વિભાગ હરકતમાં આવ્યું છે અને હવે ગીરનાં સાવજોની સુરક્ષા વ્યવસ્થા માટે ત્રણ સ્તરીય વ્યવસ્થા ગોઠવવા ભલામણ કરી છે. જેમાં સોશિયલ ફોરેસ્ટરી, ટેરીટોરીયલ અને વાઈલ્ડ લાઈફ એમ ત્રણ સ્તરે સુરક્ષા વ્યવસ્થાને મજબુત બનાવવા નકકી કરાયું છે.

હાલનાં સંજોગોમાં ગીર અભ્યારણમાં સિંહોના વસવાટને લઈ ટેરેટરી મેનેજમેન્ટ ચીફ ક્ધઝરવેટર ઓફ ફોરેસ્ટ સીસીએફ વાઈલ્ડ લાઈફ જુનાગઢ અને સીસીએફ રાજકોટ હેઠળ છે જયારે વાઈલ્ડ લાઈફ ચીફ કઝવેટર ઓફ ફોરેસ્ટને રીપોર્ટ કરે છે.

અને સિંહોના સ્થળાંતર સહિતની ગતિવિધિ પર પણ જુનાગઢ અને રાજકોટ સીસીએફ દ્વારા નજર રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૭માં એક સાથે આઠ-આઠ ડાલા માથાઓનો શિકારની ઘટના બાદ ટાસ્ક ફોર્સ દ્વારા સીંગલ ઓથોરીટીની રચના કરતા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ ભલામણનો અમલ થયો નથી બીજી તરફ હવે ડાલા માથાઓને જંગલ વિસ્તાર ટુંકો પડી રહ્યો હોય સિંહો જંગલ વિસ્તાર છોડી ભાવનગર તેમજ પોરબંદર તરફના વિસ્તારોમાં પહોંચી જતા હોવાની ઘટનાઓ બની રહી છે જે ચિંતાજનક છે.

નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફમાં મેમ્બર એચ.એસ.સીંધે જણાવ્યું હતું કે, સીંગલ ઓથોરીટી સિસ્ટમ લાગુ કરવા ઓથોરીટીને ફિલ્ડવર્ક માટે ૧૫૦ જેટલા વધારાના સ્ટાફની જરૂર પડશે જે અંગે રિસેટની દરેક ગતિવિધિ પર નજર રાખી વિશેષ સાર સંભાળ લેશે. જોકે સીંઘે ઉમેર્યું હતું કે, સીંગલ ઓથોરીટી સિસ્ટમ લાગુ કરવામાં હજુ ઘણો સમયગાળો નિકળી શકે તેમ છે જો ફકત હાલનાં વહિવટી માળખાને રીસફલ કરવામાં આવે તો પણ વર્તમાન પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય તેમ હોવાનું ઉમેર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.