Abtak Media Google News

ભાજપ સામે રાજકીય યુદ્ધે ચડયા બાદ દરેક મોરચે મળી રહેલી પછડાટથી હતાશ મમતાનો ‘બંગાળી’ પ્રાંતવાદનો નવો દાવ

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ. બંગાળમાં ભાજપના સારા દેખાવથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજકીય ‘સનેપાત’ ઉપડી ગયો હોય સમયાંતરે વિવાદાસ્પદ વર્ણતુક કે નિવેદનો કરતા રહે છે. મમતાદીદીએ પહેલા જાહેરમાં ‘જયશ્રી રામ’, બોલનારાઓ સામે આક્રોશ ઠાલવ્યા બાદ ડોકટરો પર હુમલાને યથાર્થ ઠેરવ્યા હતા જે બાદ ગઈકાલે મમતાએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કરીને પ્રાંતવાદને ભડકાવતા હોય તેમ એક જાહેરસભામાં જણાવ્યું હતુ કે બંગાળમાં રહેવું હોય તો બંગાળી ભાષામાં જ બોલવું પડશે. રાજકીય સનેપાતમાં મમતા દીદી દ્વારા લેવાઈ રહેલા એક પછી વિવાદાસ્પદ નિર્ણયો તેમનો મૃત્યુઘંટ વગાડી દે તેવી સંભાવના રાજકીય પંડીતોએ વ્યકત કરી છે.

પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાથી ચાલી રહેલી રાજકીય સામાજીક આરાજકતા વચ્ચે તબીબોની હડતાલ ચાલી રહી છે. ત્યારે પગ પર કુહાડો મારીને સમસ્યા ઉભી કરનારા બંગાળની વાઘણ ગણાતા મમતા બેનજીએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કરી મમતાએ રાજયમાં રહેતા બીન બંગાળીઓ પર કડક તેવર અખત્યાર કરીને બંગાળમાં રહેનારા દરેકને ફરજીયાત પણે બંગાળી ભાષા બોલવી પડશે તેવું ફરમાન જારી કરીને વિવાદનો એક નવો જ મધપુડો છંછેડી દીધો છે. પ.બંગાળના કાંચરાપટા ખાતે તૃણમુલના કાર્યકરોના સંમેલનમાં મમતાએ આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતુ જો હું બિહાર ઉત્તર પ્રદેશ અને પંજાબ જાઉ તો મારે ત્યાં તેમની ભાષા બોલવી પડે છે જો તમે બંગાળમાં રહેતા હોવ તો બંગાળી બોલવી પડે તેમણે જણાવ્યુંં હતુ કે હુ મોટર સાયકલ પર વધુ રાજયમાં ફરતા રહેતા ગુંડાઓને અપરાધ કરવા નહિ દઉ. મમતા બેનર્જીના બંગાળી ભાષાની હિમાયતનું આ વલણ ભાજપ સામે હથીયાર તરીકે વાપરવાનું રણનીતિના ભાગરૂપે મનાય છે. મમતા અને તૃણમુલના સામે બંગાળીઓને એક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અમિતશાહની રેલી દરમિયાન વિધાસાગરની પ્રતિમાં ખંડીત થવાની ઘટના બાદ સચેત બનેલા મમતા બેનર્જીએ બંગાળી ભાષાનો મુદો ઉઠાવી બંગાળી બીન બંગાળીઓને અલગ તારવાની રણનીતિ અપનાવી હતી ગૂરૂવાર તેમણે આંદોલનકારી તબીબોને બંગાળી ભાષામાં જણાવ્યું હતુ કે જે જૂનીયર ડોકટરો પ્રેકટીસ કરી રહ્યા છે.તેમાં આઉટ સાઈટના છે. જૂનીયર તબીબો હડતાલ કરી રહ્યા છે. તે બહારના રાજયોના છે. તેમ જણાવીને મમતાએ બંગાળી અને બિન બંગાળી વચ્ચે રાજકીય લક્ષ્મણ રેખા દોરી હતી કાંચરાપરા વિસ્તારમાં કે જે બેરકપર સંસદીય મત વિસ્તારના તાજેતરની ચૂંટણીમાં ભાજપ સામે તૃણમૂલનો રકાસ થયો છે. ભાજપ ભરતપૂરની પેટા ચૂંટણીમાં પણ જીતી ગઈ હતી તૃણમૂલમાંથી ભાજપમાં ભળેલા અર્જુનના દિનેશ દ્વિવર્દીને હરાવીને બેરકપૂરામાં ટીએમસીનું પૂરૂ કરી નાખ્યુ હતુ પૂર્વ વિધાયકના પચુત્ર પવનકુમાર સિંહ, મદન મિત્રા સામે આવી ટકરાયા હતા. કાયચરાપુરા મુકુલરોયનો ગઢ ગણાય છે. આ બધી પરિસ્થિતિમાં મમતા બેનર્જીએ બેનર્જીએ બિન બંગાળીઓના વધતા જતા પ્રભાવ સામે સ્થાનિકોને પ્રોત્સાહન આપવાની રણનીતિ અખત્યાર કરી છે તેમણે નામ લીધા વગર દિલ્હી ભાષી સમુદાય પર પ્રહાર કર્યા હતા. બિંહારીએ અને ગુજરાતમાંથી હાંકી કાઢ્યા તેનું અમે નહી કરીએ પરંતુ તમે બિહારમાંથી બિહારીઓ ઉતર પ્રદેશમાંથી ખોડુતો અને બંગાળીઓને તેમના વતન્થી દૂર નહિ કરી શકાય મમતા બેનર્જીએ બેરોજગાર યુવાનોને પક્ષના કામમાં સામેલ કરવા અનુરોધ કરીને યુવાનોને પરા અદા, એટલે કે મોહલ્લા લિડર બનાવીને તેમને રોજગાર આપવાની વાત પણ કરી હતી.

ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધતા જતા પ્રભાવ બંગાળમાં જયશ્રીરામ ઝુંબેશ અને ડોકટરોની હડતાલથી ઘેરાઈ ગયેલા મમતા બેનજી હવે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે. પોતાના સુત્રો જય બંગલા અને જયહિંદ’ સાથે હોર્ડિંગ્સ લગાવી દીધા છે. પંદર દવિસ પહેલા મમતા બેનજીએ ભટ્ટપરામાં કાર્યકરોના ટોળાએ જયશ્રીરામના સુત્રોચ્ચાર કરતા ટોળા સામે પિત્તો ગુમાવી દીધો હતો. મમતા બેનર્જી અત્યારે ભાજપ સામે જંગે ચડયા છે. મમતા બેનર્જી હવે પ્રાંતવાદને ઉઠાવીને બંગાળી ભાષાનો મુદો હાથ ઉપર લીધો છે.

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બેલડીએ પ.બંગાળને કેન્દ્ર સરકારને પગથીયા બનાવવાની રણનીતિ સફળ રીતે પાર પાડી હતી તેની સામે પ. બંગાળમાં કોઈપણ ભોગે ભાજપને ફાવવા ન દેવા ટીએમસીએ ગોઠવેલી રણનીતિ બેકાર પૂરવાર થઈ હતી. છેલ્લે દીદી બંગાળીઓને નામે ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેમની રાજકીય પડતી હોય તેમ તેમના દરેક પગલાઓ છોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા ઘાટ સમાન પૂરવાર થઈ રહ્યા છે.

‘રાવણના અહંકારે વિભિષણ જન્માવે’  ભત્રીજો, સંબંધીઓ અને ઝખઈના નેતાઓ ડોક્ટરોની વ્હારે!!!

પ.બંગાળમાં તબીબો થતાં હુમલાઓ બાદ તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. હડતાલ પર ઉતરેલા ડોકટરોના કારણે રાજયમાં આરોગ્ય સેવા કથડી જવા પામી છે.  જેના કારણે રાજયમાં લાખો દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. જયારે મમતાને જેનો રાજકીય અહંકાર ઝુકવા દેતો નથી. મમતાએ ડોકટરોની આ હડતાલ પાછળ ભાજપનો હાથ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ‘રાવણના અહંકારે વિભીષણ જન્માવે’ તે હકિકત મુજબ મમતાની સામે પડેલા ડોકટરોની સાથે તેનો ભત્રીજો, સંબંધીઓ અને ટીએમસીના નેતાઓ જોડાયા છે. મમતા બેર્નજીનો ભત્રીજો અબેસ બેર્નજી કે જે ખાનગી હોસ્પિટલમાં જુનીયર ડોકટર તરીકે કાર્યરત છે. તે પણ ગઇકાલે એન.આર.એલ. હોસ્પિટલ પાસે ડોકટરો દ્વારા થઇ રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયો હતો. જયારે કોલકતાના મેયર અને ટીએમસી નેતા ફિરદાદ હકીમની ડોકટર પુત્રી શબ્બા હકીમે પણ  ફેસબુક પર ડોકટરો પર થઇ રહેલા હુમલાને વખોડીને આ મુદ્દે તુણુમુલ નેતાઓની ચુપકીદીને દુ:ખદાયક ગણાવી હતી. તેવી જ રીતે તૃણમુલના સાંસદ કાકોબી ઘોષ દસ્તીદારના ડોકટર પુત્ર બૈધનાથ ઘોષ દસ્તીદારે પણ આ મુદ્દે હડતાલ પર ગયેલા ડોકટરો સાથે પોતે હોવાનું જણાવ્યું હતું. ડોકટરોની આ હડતાલ બાદ બંગાળની આરોગ્ય સુવિધાઓ સંપૂર્ણ પણે પડી ભાંગવાના આરે પહોંચી ગઇ છે. રાજયમાં મમતા બેનર્જી સરકાર સાથે ચાલી રહેલા તબીબોના સંઘર્ષ વચ્ચે રાજયના જુનીયર તબીબોના આંદોલનમાં ટેકો જાહેર કરીને 700 જેટલા સરકારી વરિષ્ઠ તબીબો એ શુક્રવારે રાજીનામા ધરી દઇ તબીબોને હડતાલનો ટેકો જાહેર કરતાં બંગાળની આરોગ્ય સુવિધા પડી ભાંગે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. પશ્ર્ચિમબંગાળમાં મમતા બેનર્જી સરકાર સાથે ચાલી રહેલા તબીબોના આંદોલનમાં મમતા સરકારે આંદોલનકારી તબીબોના ટેકામાં શુક્રવારે આ સરકારી તબીબો સામુહિક રાજીનામા આપી ન સરકાર પર દબાણ વધાર્યુ છે. પશ્ર્ચિમ બંગાળ આરોગ્ય સેવાની કરોડજજુ ગણાતી સંસ્થાઓ એનઆરએસ આર.જી. કેર સ્કુલ ઓફ ટ્રોપીકલ મેડીસીયન અને અન્ય હોસ્પિટલોના સરકારી તબીબો એ ડોકટરોની સાથે રહેવાના અભિગમ અંતે ગત જુનીયર તબીબોની તરફેણમાં રાજીનામા ધરી દીધા હતા. સરકારી તંત્ર આખો દિવસ આ મુદ્દે દયાવિહીન પરિસ્થીતીમાં રહ્યું હતું. અને મમતા બેનર્જી પણ તમામ ગતિવિધિઓ પણ કોઇપણ જાતનું પ્રતિભાવ આપ્યા વગર નજર રાખી રહ્યા હતા. તબીબોની હડતાલ ને લઇને એક તરફ રાજયમાં આરોગ્ય સેવાની પરિસ્થિતિ કથળી રહી છે તો બીજી તરફ મમતા બેનર્જીએ એસ એસ સેરોમની મુલાકાત લીધી હતી. ત્યારે પણ આ મુદ્દે તેમનું વલણ અફર અને તટસ્થ રાખ્યું હતું. તૃણમુલના નેતાઓ પાર્થ ચેટરજી અને ફરદાદ હકીમે એક નિવેદનમાં તબીબોને કામે લાગી જવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.