Abtak Media Google News

મિત્રો , આ શબ્દો છે એપલ કંપનીના વિઝનરી સીઇઓ સ્ટીવ જોબ્સના પોતે કોલેજ ડ્રોપઆઉટ પણ માત્ર ક્રિએટીવિટી ના જોર પર અને સપના સાકાર કરવાના દ્રઢ ઇરાદાઓ સાથે આખા વિશ્વમાં ડીજીટલ ક્રાંતિ લાવી દીધી. ૨૦૦૫ માં એમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ના પદવીદાન સમારંભમાં આવેલી સ્પીચનું આ ટાઇટલ છે. પણ આજે વાત આ સ્પીચની નથી કરવાની, પરંતુ આજ નામથી લખાયેલા એક પુસ્તકની કરવાની છે. એ પુસ્તક છે રરમી બંસલ દ્વારા લખાયેલા ‘સ્ટે હંગ્રી સ્ટે ફૂલીશ’

આ નથી કોઇ નવલકથા કે નથી કોઇ બોરીગ બીઝનેસ પુસ્તક આમાં વાત છે IIM અમદાવાદના રપ ગ્રેજયુએટસની જેમણે કોર્પોરેટ જોબનો હાઇવે છોડીને પોતાના સપનાની કેડી પર ચાલવાનું નકકી કર્યુ. પ્રખ્યાત અમેરીકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ ની કવિતાની પંકિઓ માં આવે છે એમ જ

Two roads diverged in a wood, and I-
I took the one less traveled by,
And that has, made all the difference.

આમાં વાત છે સંઘર્ષની અને સતત સંઘર્ષ પછી મળેલી સફળતાની આ બધા જ ગ્રેજયુએટસની ઉમર અલગ ફેમિલી બેક ગ્રાઉન્ડ અલગ, કાર્યક્ષેત્ર અલગ, મંઝિલ અલગ, અરેે મંઝિલ સુધી પહોચવાના રસ્તા પણ અલગ, દરેક ના એન્ટરપ્રિન્યોરશીપ ની પગદંડી પર ચાલવાના કારણો પણ અલગ, કેટલાકને પહેલેથી જ એન્ટરપ્રિન્યોર બનવાની ઇચ્છા, કેટલાકને તક મળી અને એ તક એ સફળતામાં પલટાવી દીધી તો વળી કેટલાકે સામાજીક જવાબદારીને ઘ્યાનમાં રાખીને રા રસ્તો પસંદ કર્યો, આ બધાને એક તાંતણે બાંધતી કોઇ એક વાત હોય તો તે માત્ર ને માત્ર તેમના સપનાનો સાકાર કરવાનું ઝનુન અને ઘ્યેયને પ્રશ્ર્ન કરવાનો અડગ વિશ્ર્વાસ, દરેક પ્રકરણ એક જુદુ આપણી સામે મૂકે છે. મને જે વાત ખૂબ ગમી તે વાત છે. ધી ર્અલકેમીસ્ટ, સુનીલ હાંડાની એમાં પણ સ્પર્શી ગયેલી વાત વિચારો અને શબ્દોની તાકાતની, સંસ્થાને ચલાવવા માટે કેવી વ્યકિતની જરૂર છે એ પહેલા વિચારોમાં કંડારો, પછી શબ્દોમાં ઉતારી ને પછી એ બોલાતા શબ્દોની તાકાતથી કેવી રીતે એ વ્યકિતને શોધી કાઢી એ જાણવા માટે તમારે આ પુસ્તક વાંચવું જ રહ્યું, વળી પછી સોનામાં સુગંધ ભળે એમ દેરક પ્રકરણને અંતે આ બધા જ ઝિંદાદિલ એન્ટર પ્રિન્ચોર તરફથી નવા નિશાળીયા સાહસિકો માટે અંગત શિખામણની નોંધ પણ ખરી, કહેવાય છે ને કે “સ્વપ્ન એ નથી કે જે આપણે ઉંઘમાં જોઇએ પણ સ્વપ્ન એ છે કે જે આપણને ઉંઘવા ના દે પ્રત્યેક પ્રકરણ આ વાતનો સાર્થક કરે છે.

છેલ્લે હિંદીના પ્રસિઘ્ધ કવિ દુષ્યંતકુમારની બે પંકિતઓ….

સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહી, યે સુરત કિસીભી હાલમે બદલની ચાહિયે,

મેરે સૌનેમે નહી તો તેરે સૈનેમે હી સહી હો કહીભી આગ જલની ચાહિયે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.