Abtak Media Google News

બોગસ બિલિંગને લઈને સ્ટેટ જીએસટી વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી મોટુ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત રાજકોટમાં 10 જેટલી જગ્યાઓ પર, મોરબીમાં 55 જગ્યા પર અને ગાંધીધામમાં 10થી વધુ જગ્યા પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જેથી મોટા ભાગના ધંધાર્થીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

બોગસ બિલિંગ કૌભાંડને લઈને અમદાવાદ એન્ફોર્સમેન્ટ વિભાગના કમિશનરના માર્ગદર્શન હેઠળ તમામ સ્થળો પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના મોટાભાગના શહેરોમાં દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ 6 જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.