Abtak Media Google News

માં ખોડલના ધામમાં સતત ત્રીજા નોરતે ઉજવાયા ભવ્ય કાર્યક્રમો: માતાજીને ચૂંદડી અર્પણ

રાજ્યભરમાં હિંદુ ધર્મમાં પવિત્ર ગણાતી ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભક્તો મા દુર્ગાની આરાધના કરી રહ્યા છે. માતાજીની વિશેષ પૂજા અર્ચના કરીને ભક્તો પૂણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્રી નવરાત્રીની વિવિધ મંદિરોમાં ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે કાગવડ ખાતે લેઉવા પટેલસમાજના આસ્થાના પ્રતિક એવા ખોડલધામ ખાતે ચૈત્રી નવરાત્રીના નવ દિવસ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ખોડલધામ કાગવડ ખાતે નવે નવ નોરતામાં મા ખોડલની વિશેષ રીતે ઉપાસના કરાઈ રહી છે. ખોડલધામ મંદિરે મહિલા સમિતિ દ્વારા નવરાત્રીમાં વિશિષ્ટ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે.2 2

ખોડલધામ કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ખોડલધામ ખાતે ભક્તિમય કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. ચૈત્રી નવરાત્રીના બીજા અને ત્રીજા નોરતે મહિલાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરાયા હતા.. ખોડલધામ મંદિર પરિસરમાં રાસ-ગરબા, ધુન-કિર્તન, રચનાત્મક રંગોળી અને ચુંદડી અર્પણ કરવાના ભવ્ય કાર્યક્રમો ઉજવાયા.

બીજા નોરતે રવિવારના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ ખોડલધામ ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી. રવિવારે પોરબંદર અને જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટ અને ટંકારાથી મોટી સંખ્યામાં મહિલા ભક્તોએ હાજરી આપી રાસ-ગરબા, ધુન-કિર્તન, રંગોળી અને ચુંદડી અર્પણ કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહિલાઓએ મંદિર પરિસરમાં દેશની સેનાને સમર્પિત રંગોળી તૈયાર કરી હતી. ઠય તફહીયિં ફળિુ થીમ પર મહિલાઓએ રચનાત્મક રંગોળી તૈયાર કરી હતી. આમ ચૈત્રી નવરાત્રી દરમિયાન ખોડલધામ ખાતે માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જોવા મળી હતી.Img 5570

ત્રીજા નોરતે પણ ખોડલધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ત્રીજા નોરતે ઉપલેટા અને રાજકોટથી મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લેવા આવી હતી. ઉપલેટા અને રાજકોટથી આવેલી મહિલાઓએ ખોડલધામ ખાતે રાસ-ગરબા અને ધુન કિર્તનની રમઝટ બોલાવી હતી સાથે જ મંદિર પરિસરમાં સરસ મજાની રંગોળી તૈયાર કરી હતી અને મા ખોડલને વિવિધ ચુંદડી અર્પણ કરી હતી.

ચૈત્રી નવરાત્રીમાં માતાજીની ભક્તિનું અનેરું મહત્વ હોય છે ત્યારે ખોડલધામ ખાતે નવરાત્રીમાં દરરોજ મા ખોડલના પચાસ હજાર મંત્રના જાપ કરવામાં આવી રહ્યા છે. ખોડલધામમાં મહિલાઓ દ્વારા દરરોજ પચાસ હજાર મંત્રના જાપ કરાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ આ મંત્ર જાપમાં બેસીને મા ખોડલની ઉપાસના કરી રહી છે. નવરાત્રીના નવ દિવસ સુધી આ પ્રકારે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવ દિવસ સુધી ઠેર ઠેરથી ભક્તો મા ખોડલની આરાધના કરવા આવી રહ્યા છે સાથે મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીના ભવ્ય કાર્યક્રમો પણ ઉજવાઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં કોઈ અગવડ ન ઉભી થાય તે માટે મહિલા સમિતિની બહેનો વિશેષ સેવા આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.