કોડલીવર ઓઈલનો મુખ્ય સ્ત્રોત ધરાવતી દુલર્ભ માછલી મળી

માછીમારનું પણ નસીબ ખુલ્યું !

અમરેલી જીલ્લાના જાફરાબાદના ફિશરમેનને મગરૂ નામક દુલર્ભ મહાકાય માછલી મળી આવી હતી. જાફરાબાદથી ૬૦ નોટિકલ માઈલ દુર ૪૫૦ કિલોની દુર્લભ માછલી મળી આવતા જેટી પર લવાઈ હતી. મળી આવેલી મગ માછલી કોડલીવર ઓઈલનો મુખ્ય સ્ત્રોત હોવાની માપતા છે. ત્રણથી ચાર દિવસ પહેલા ૬૦ નોટિકલ માઈલ દુર દરીયામાં મળી આવેલ. આ માછલી વેરાવળ મોકલાઈ હતી અને તેને બોટમાંથી ઉંચકવા ક્રેઈનની મદદ લેવાઈ હતી. આ માછલી અતિ કિંમતી છે તેને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા.

Loading...