Abtak Media Google News

ચીન સાથે વધી રહેલ તંગદિલીને લઈને બહુપ્રતિભા ધરાવતા રાફેલ વિમાનનો એરફોર્સ કેમ્પમાં ઉમેરો થશે. ફ્રાન્સ સરકાર સાથે થયેલ રક્ષા સોદા પ્રમાણે જુલાઈના અંતિમ અઠવાડિયામાં ફ્રાન્સ છ રાફેલ વિમાન ભારત પહોંચાડવાનું છે.

આગામી તા. ર૬ મી જુલાઈના છ રાફેલ વિમાન ભારત આવશે. વિમાન ભારતમાં પહેલા જામનગરમાં એરફોર્સ બેઝ પર ઉતરશે તેમ જાણવા મળે છે. સેમી-સ્ટીલ્ ટેકનોલોજીથી સજ્જ અને વિશ્વની સૌથી ખતરનાક અને લાંબા અંતરની ઉલ્કા મિસાઈલોથી સજ્જ રાફેલથી ભારતીય વાયુ સેનાની સંખ્યા બમણી થશે. અગાઉ ફ્રાન્સ ભારતને ચાર વિમાન પહોંચાડવાનું હતું, તેમાંથી ચાર ડબલ-સીટ ટ્રેનર વિમાન હતાં, જો કે હવે ફ્રાન્સ ભારતને છ વિમાનની સપ્લાય કરશે અને તે પણ લડાઈમાં તરત જ ઉતરવાની સ્થિતિમાં હશે. રાફેલ વિમાનને ભારતીય વાયુસેનાના પાઈલટ્સ દ્વારા ઊડાડવામાં આવશે, જે હાલમાં વિમાનની તાલીમ માટે ફ્રાન્સમાં છે.

વિમાનને ભારત લાવવામાં ફ્લાઈટના અડધા રસ્તે, ફ્રાન્સ એર-ટુ-એર રિફ્યુલિંગ એરક્રાફ્ટ સાથે હશે. રાફેલ વિમાન ગ્રીસ અવા ઈટાલીમાં બે વાર રિફ્યુઅલ માટે ઉતરશે. તેમજ બીજા તબક્કામાં ઓમાન અથવા તુર્કીમાં જવાની સંભાવના છે. રાફેલના અખાતમાં આગમન પછી, ભારતીય વાયુ સેનાને બળતણ પહોંચાડતા આઈએલ-૭૬ વિમાન રાફેલ સાથે જ હશે. આ વિમાનમાં વધારાના પાઈલટ ઉપરાંત કો-પાયલટ સ્ટાફ પણ સાથે રહેશે.

ગ્રીસ, ઓમાન કે તુર્કી પછી ગલ્ફના દેશો પછી રાફેલને ભારતમાં પહેલા જામનગર એરબેજ પર ઉતારવામાં આવશે. અહીં કસ્ટમ સંબંધિત ઔપચારિક્તા પૂર્ણ કર્યા પછી, વિમાન ફરીથી ઉપડશે. જામનગરી ઉપડી રાફેલ હરિયાણાના અબલા એર બેઝ પર પહોંચશે. જ્યાં રાફેલને એરફોર્સના ગોલ્ડન એર સ્ક્વોડ્રોનમાં સામેલ કરવામાં આવશે. સ્ક્વોડ્રોનના પાઈલટ્સ હાલમાં ફ્રાન્સમાં છે. એક માસ પૂર્વે જ ભારતીય વાયુસેનાના પાયલોટ ફ્રાન્સ પહોંચી ગયા છે. ફ્રાન્સમાં તમામ ટેકનિકલ અને ઊડાનની તાલીમ લઈ આ જ પાયલોટ રાફેલને ફ્રાન્સથી વાયા ગલ્ફ થઈ જામનગર લઈ આવશે. જો કે, જામનગર એરપોર્ટ સ્ટેશન કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.