Abtak Media Google News

નટરાજનગરની યુવતીને પ્રેમઝાળમાં ફસાવી પ્રેમીએ આચર્યુ દુષ્કર્મ: ગાંધીગ્રામની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર અંબિકા ટાઉનશીપના શખ્સની ધરપકડ

શહેરના નટરાજનગરની યુવતીને ટેન્કર ચાલકે પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની અને ગાંધીગ્રામની પરિણીતાને અંબિકા ટાઉનશીપના શખ્સે પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકી દઇ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા મહિલા પોલીસ મથકના સ્ટાફે અંબિકા ટાઉનશીપના શખ્સની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નટરાજનગરમાં રહેતી આશરે ૧૯ વર્ષની યુવતી ગંગોત્રી પાર્કમાં પોતાના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી ત્યારે સતાધાર ટેન્કરના ચાલક જીવરાજ રજપૂતના પરિચયમાં આવતા ટેન્કર ચાલક સાથે પ્રેમ સંબંધ બંધાતા ટેન્કર ચાલક જીવરાજ રજપૂતે પોતાની પ્રેમિકાને સાધુવાસવાણી રોડ પર સિધ્ધી ફલેટ પાસે ટેન્કરની કેબીનમાં એક માસમાં ત્રણ વખત હવસનો શિકાર બનાવી ચાર માસનો ગર્ભ રાખ્યા અંગેની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.એન.ચાવડા સહિતના સ્ટાફે બળાત્કાર અંગેનો ગુનો નોંધી ટેન્કર ચાલક જીવરાજ રજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા જીવરાજ રજપૂત પરિણીત હોવાનું અને તે બે પુત્રી અને બે પુત્રનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જ્યારે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણીતાને અંબિકા ટાઉનશીપમાં રહેતા જયુપીલ જયસુખ પટેલના પરિચયમાં આવતા જયુપીલ પટેલે પરિણીતાના પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકી દઇ જંકશન પ્લોટમાં આવેલા ગુડલક ગેસ્ટ હાઉસ, ટીએન રાવ કોલેજ પાછળ આવેલા મકાનમાં અને પરિણીતાના ઘરે બળાત્કાર ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.એસ.સવનીયા સહિતના સ્ટાફે જયુપીલ પટેલની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.