Abtak Media Google News

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણરજથી પવિત્ર થયેલ ભુમિ એવી  હરિક્રૃષ્ણધામ રણજીતગઢ ગામમા પ.પુ.ધ.ધુ, ૧૦૦૮ આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તેમજ અ.નિ.પૂ. શાસ્ત્રી  વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી સર્વોપરી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન  કરવામાં આવ્યું હતું.

આચાર્ય મહારાજના હસ્તે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.જેમાં હજારો ભક્તોએ શ્રીમદ્ સત્સંગી ભુષણ કથામૃતનો લાભ લઈ જીવન ધન્ય કર્યુ હતું.

હળવદના હરિકૃષ્ણધામ રણજીતગઢ ખાતે સર્વાવતારી ભગવાન સ્વામીનારાયણની સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય પોથીયાત્રા કાઢી હતી.

જેમાં વરિષ્ઠ બ્રહ્મનિષ્ઠ સંતોના વરદ્ હસ્તે દિપ પ્રાગટ્ય  કરવામાં આવ્યું હતું.સવારે શ્રીમદ્ સંત્સંગીભુષણ કથામૃત તેમજ મહાપુજા પાઠ ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.જેમાં વચનામૃત વ્યાખ્યાંનમાળાનુ વાંચન તેમજ સાંજે કિર્તન સંધ્યા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

Img20180509175556 1આ રૂડા અવસરે ભગવાન શ્રી સ્વામીનારાયણના  મહાભિષેક દર્શન તેમજ છપ્પનભોગ અન્નકુટ ઉત્સવ, યુવામંચ , મહિલામંચ સાથે રક્તદાન કેમ્પમાં સર્વ ભક્તજનોને હેતથી લાભ લીધો હતો.જેમાં તા ૧૦/૫/૧૮ને પ.પુ આચાર્ય મહારાજ શ્રીની ભવ્ય પધરામણી કરવામાં આવી હતી.

તથા તેમના વરદ્ હસ્તે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની સર્વોપરી મુર્તિ પ્રતિષ્ઠા કરવામા આવી હતી.આ રૂડા અવસરે ભાવિઆચાર્ય શ્રી લાલજી મહારાજ તેમજ પ.પુ લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાશ્રીની પધરામણી કરવામાં આવી હતી. અને સર્વે હરિભક્તોને પુજ્ય મહારાજશ્રીના શુભાશીર્વાદ મેળવ્યા હતા. આ મહોત્સવમાં ભવ્ય રક્તદાન કેમ્પ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.