ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં શહેર પ્રમુખ પદે નિમણુંક પામતા રણછોડભાઈ ઉધરેજા

સમગ્ર ઠાકોર સમાજ સંગઠીત કરવા તેમજ શિક્ષણ-વ્યસનમૂકિત સહિતના ભગીરથ કાર્યો કરવાનો કોલ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં શહેર પ્રમુખ પદે રણછોડભાઈ ઉધરેજાની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ ચૌહાણ દ્વારા કરાયેલી આ નિમણુંકથી રણછોડભાઈ ને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. આ નિમણુંક થતા રણછોડભાઈ ઉધરેજાની સાથે સમાજના આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ તકે રણછોડભાઈએ જણાવ્યું હતુ કે ક્ષત્રિય ઠાકોર સેનામાં મારી શહેર પ્રમુખ પદે નિમણુંક થતા હું આનંદ અનુભવું છું સમાજે મારા પર વિશ્ર્વાસ મૂકયો છે તો હું મારી સેનાને સારૂ માર્ગદર્શન અને સાચો ન્યાય અપાવીશ.

સમાજને શિક્ષણનું મુલ્ય, વ્યસન મૂકિત સહિતના ભગીરથ કાર્યો કરીશ તેમજ સમાજના સુખ દુ:ખમાં હંમેશા સાથે રહીશ મુલાકાત વેળાએ રણછોડભાઈ ઉધરેજાની સાથે રીટાબેન વડેચા, શૈલેષભાઈ સુરેલા, અશ્ર્વિનભાઈ માલડિયા, કરશનભાઈ સીતાપરા ચતુરભાઈ સુરેલા, ચેતનભાઈ માનસુરીયા, દિનેશભાઈ કિડીયા, પ્રવિણભાઈ ડેડાણીયા, રાજુભાઈ સુરેલા, મનિષભાઈ સોલંકી, વિજયભાઈ સોલંકી, સુભાષભાઈ અધેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Loading...