Abtak Media Google News

પોથીયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા: સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર માનસમર્મજ્ઞ પ.પૂ.શાસ્ત્રી જનકભાઈ મહેતા સંગીત સાથે રસપાન કરાવે છે

પ્રવિણ પ્રકાશનવાળા માકડિયા પરીવાર દ્વારા પિતૃઓની પુણ્ય આશિષથી સદગત પૂર્વજોની સ્મૃતિમાં તા.૨૭ને ગુરુવારથી રાજકોટમાં પારસ કોમ્યુનિટી હોલમાં શ્રીરામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ભવ્યની ભવ્ય પ્રારંભ થયો છે. ગુરુવાર બપોર બાદ નિકળેલી પોથીયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.

1 74

ગોપાલભાઈ માકડિયા તેમજ પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા પરીવાર દ્વારા તેમના સદગત પૂર્વજો સ્વ.વાલુબહેન તથા સ્વ.કાળાભાઈ માકડિયા, સ્વ.પુરીબેન તથા સ્વ.ઉકાભાઈ માકડિયા, સ્વ.મીઠીબેન તથા સ્વ.ડાયાભાઈ લાખાભાઈ માકડિયાની સ્મૃતિઓ માકડિયા પરીવારના કુળદેવી શ્રીઉમિયા માતાજીના અનુગ્રહથી અને પિતૃઓની પુણ્ય આશિષથી શ્રીરામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનો મનોરથ રામચરણમાં અર્પણ કરવા નિર્ધારેલ છે. ગુરુવારથી બપોર બાદ રાજકોટ પારસ સોસયાટી નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે, કાલાવડ રોડ પારસ કોમ્યુનિટી હોલમાં દરરોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ બપોરે ૩:૩૦ થી ૬:૩૦, તા.૨૭ને ગુરુવારથી તા.૪ને બપોરે ૧૨:૧૫ કથા વિરામ સુધી સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર માનસર્મજ્ઞ શ્રીરામચરિત માનસના વકતા પ.પૂ.શાસ્ત્રી જનકભાઈ મહેતા ડોડીયાવાળા પોતાના સુમધુરવાણી સંગીત સાથે રસપાન કરાવશે.

6 26

ગુરુવારે બપોર બાદ માકડિયા પરીવારના સ્વ.શાંતાબેન તથા સ્વ.મોહનભાઈ ઉકાભાઈ માકડિયાના અતિભર્યા આશીર્વાદ સાથે નિકળેલી વિશાળ પોથીયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રામચરિત માનસ જ્ઞાનયજ્ઞમાં તા.૨૯ને શનિવારે સાંજે ૫:૩૦ કલાકે રામજન્મની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. તેમજ તા.૩૧ને સોમવારે સાંજે ૫:૩૦ કલાકે શ્રી સીતારામ વિવાહ તા.૧ને મંગળવારે સાંજે ૫:૩૦ કલાકે કેવટ પ્રસંગ, તા.૨ને બુધવારે સાંજે ૫:૩૦ કલાકે ભરત મિલાપ પાદુકાપુજન, તા.૩ને ગુરુવારે સાંજે ૫:૩૦ કલાકે સુંદરકાંડ તથા રામેશ્ર્વર પુજન તેમજ તા.૪ને શુક્રવારે બપોરે ૧૨:૧૫ કલાકે શ્રીરામ રાજયાભિષેક સહિતના પ્રસંગો કથાસ્થળે ઉજવાશે.

આમંત્રિકોને આવકારવા માકડિયા પરીવારના હંસાબેન અને ગોપાલભાઈ માકડિયા, સુધાબેન અને પ્રવિણભાઈ માકડિયા, પ્રવિણબેન અમૃતલાલ કલોલા, અનસુયાબેન પ્રવિણચંદ્ર વાઘાણી, બિન્દુબેન અને મિહિરભાઈ માકડિયા, રૂબી અને જયદિપભાઈ માકડિયા, કાશ્મીરાબેન શૈલેષભાઈ પટેલ, હેતલબેન સંદિતકુમાર ટીલવા, મિનાક્ષીબેન ભાવેશકુમાર દેવાણી, નિરલ જસ્મિનકુમાર કાલરીયા, નિમિષા સિઘ્ધાર્થ ઝાલાવડીયા, પુનમબેન મનદિપકુમાર ભાલોડિયા, ચારવ મિહિર માકડિયા સહિત માકડિયા પરીવાર જોડાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.