Abtak Media Google News

કામ અપાવવાના પ્રશ્ને અપહરણ કરી ધાક ધમકી દેતા ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો

રાજુલા ખાતે આવેલી સ્વાન એનર્જી કંપનીમાં કામ આપવાના પ્રશ્ને ત્રણ શખ્સોએ મેનેજરનું અપહરણ કર્યાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતાં પોલીસે રાજુલાથી પાંચ કીમી દુરથી અપહૃત મેનેજરને મુકત કરાવી બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજુલા ખાતે આવેલી સ્વાન એનર્જી કંપનીના મેનેજર વી.કે.શ્રીધરનનું ઇનોવા કારમાં ગભ‚ સાર્દુલ અને મુકેશ માધવગીરી સહિત ત્રણ શખ્સોએ ઇનોવા કારમાં અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સ્વાન એનર્જી કંપનીમાં કોન્ટ્રાકટ કામ અપાવવાના પ્રશ્ને માથાકૂટ કરી અપહરણ કરી ધાક ધમકી દેતા હતા તે દરમિયાન એલસીબી અને એસઓજી સ્ટાફે અપહૃત મેનેજરને મુકત કરાવી અપહરણકારને ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.