Abtak Media Google News

“સુખમય માનવજીવન માટે વૃક્ષ અનિવાર્ય છે એ હકીકત સહુ કોઇએ સતત નજર સમક્ષ રાખવી એ સમયની માંગ: “આ વર્ષે રાજ્યમાં વ્યક્તિગત અને સામુહિક પ્રયાસો દ્વારા ૧૦ કરોડથી વધુ વૃક્ષ વાવવાનું મુખ્યમંત્રીનું લક્ષ્ય સિદ્ધ કરવા સહુકોઈ આગળ આવે

ગુજરાતનાં લોકલાડીલામુખ્યમંત્રી અને રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનાં ૬૩માં જન્મદિન નિમિતે,તેઓનાં આજદિન સુધીનાં ૨૨,૯૯૫ દિવસનાં જીવનના અભિવાદનરૂપે શહેરનાં આજીડેમ પાસે ૨૨,૯૯૫ વૃક્ષો વાવી, ઉછેરીને ગુજરાતનું સૌ પ્રથમ ‘અર્બન ફોરેસ્ટ’ નિર્માણ કરવાનો મંગલ પ્રારંભ થયો છે. આપ્રસંગે,ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે વૃક્ષારોપણ કરતાં જણાવ્યું હતું કે, દેશનાઅત્યંત લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રીઅમિતભાઈ શાહનાં નેતૃત્વવાળી ભાજપ સરકાર દેશને હરિત ક્રાંતિ તરફ દોરી જવા જરૂરીયાતવાળા ક્ષેત્રોમાં કરોડો વૃક્ષો વાવવાનું-ઉછેરવાનું આયોજન કરી રહી છે. ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, ગરમીમાં વધારો, વરસાદમાં ઘટાડો, અનિયમિત હવામાનચક્ર જેવી પર્યાવરણને લગતી ભયાનક સમસ્યાનો એકમાત્ર અને  મહત્વપૂર્ણ ઉકેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણ જછે ત્યારેવૃક્ષોનું, સમતોલ પર્યાવરણનું મહત્વ  પારખીને જ ગુજરાતના દીર્ધદ્રષ્ટ્રા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવવા-ઉછેરવા નિર્ધાર કર્યો છે.ભાજપ સરકાર પણ છેલ્લાં કેટલાક વર્ષોથી ‘વન મહોત્સવ’ જેવા કાર્યક્રમ દ્વારા પર્યાવરણનાં વધુમાં વધુ જતન-સવર્ધન પર ભાર મૂકી રહી છે તેવામાં દરેક વ્યક્તિએ વર્ષનાં ૧૨ મહિનામાં ૧૨ વૃક્ષો વાવી-ઉછેરીને વર્તમાન અને ભાવિ પેઢીને પર્યાવરણને લગતી વિવિધ સમસ્યા છૂટકારો અપાવવો જોઈએ.

અહીં એ ઉલ્લેખનીય છે કે,પર્યાવરણપ્રેમી રાજુભાઈ ધ્રુવ અવારનવાર વૃક્ષ વાવવા ઉછેરવાની અને પ્રસંગોપાત વિવિધ વૃક્ષનાં રોપા-છોડનું વિનામૂલ્યે વિતરણ કરવાની પ્રવૃત્તિ નિરંતર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, દરેક વ્યક્તિ જીવનમાં દરેક વર્ષે વધુ નહીં પણ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને ઉછેરવાનો સંકલ્પ લ્યે તે આજના સમયની માંગ છે.માત્ર વૃક્ષ વાવવાથી કશું નથી થતું, વૃક્ષ વાવવાથી પણ વધુ અગત્યનું વૃક્ષનો ઉછેર છે. વૃક્ષ પણ આપણા પરિવારનો સભ્યો જ છે. તે આપણને જીવન જીવવવામાં અતિ આવશ્યક પ્રાણવાયુ આપે છે, ઔષધી, ફળફળાદી, લાકડું વગેરે જરૂરી વસ્તુઓ વૃક્ષોમાંથી જ મળે છે, અને વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવી વરસાદ ખેંચી લાવે છે. આથી વૃક્ષોનું મહત્વ અગાઉથી જ સમજીને ભાજપ સરકારે આયોજન બદ્ધ રીતે વૃક્ષ વાવવા-ઉછેરવા પર વિશેષ ભાર મૂક્યો છે. ચાલુ વર્ષે સાર્વત્રિક અને વરસાદ થયેલો હોય વ્યક્તિગત અને સામૂહિક વૃક્ષારોપણ કરીને પર્યાવરણની સમતુલા જાળવવાનો ઉદ્દેશ સતત નજર સમક્ષ રાખી દરેક નાગરિકને વૃક્ષ વાવવા-ઉછેરવા, અનેતેનું જતન કરી ખરા અર્થમાં નાગરિક-ધર્મ બજાવવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.