Abtak Media Google News

દાણચોરી પ્રકરણમાં અમદાવાદ કસ્ટમના સુપ્રિટેન્ડેન્ટની પણ કરાઈ હતી ધરપકડ: રાજકોટના અન્ય બે મોટા માાની ધરપકડ થાય તેવી પણ શકયતા

અમદાવાદમાં યેલી કરોડો રૂપિયાની સોનાની દાણચોરીમાં રાજકોટના વેપારી રાજુ ગોસ્વામીનું નામ ખુલતાની સો જ કસ્ટમે તેની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ કસ્ટમના સુપ્રિટેન્ડેન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી. જયારે રાજકોટના અન્ય બે માાની પણ ધરપકડ ાય તેવી શકયતા સેવાઈ રહી છે.

રાજકોટ ખાતે સયી યેલા રાજુ ગોસ્વામી મુળ પોરબંદરનો વતની છે તે અને તેનો ભાઈ હિતેષ ગોસ્વામી વ્યાજના ધંધામાં સંકળાયેલા છે જેમાં તેના ભાઈ હિતેષ ગોસ્વામી ઉપર અનેકવિધ વ્યાજના ગુનાઓ નોંધાયા છે. સુત્રોના જણાવ્યાનુસાર રાજુ ગોસ્વામી વ્યાજ વટાવનું મોટુ નેટવર્ક ધરાવે છે ત્યારે રાજકોટની ભાગોળે આવેલા મહિકા ગામ ખાતે કરોડો રૂપિયાની ખેતીની જમીનને લઈ ઘર્ષણ થયું હતું. આ તકે સુત્રોના જણાવ્યા મુજબ રાજુ ગોસ્વામીનું રાજ્યના ટોપ લેવલના પોલીસ અધિકારીઓ સો પણ સારો ધરોબો ધરાવે છે. આ પહેલા કસ્ટમના સુપ્રિટેન્ડેન્ટ સોમના ચૌધરીની જે ધરપકડ યા બાદ રાજકોટના વેપારી રાજુ ગોસ્વામીનું નામ ખુલ્યું હતું.

અમદાવાદના કરોડોના સોનાની દાણચોરી પ્રકરણમાં રાજકોટના વેપારીનું નામ ખુલ્યું છે. રાજકોટના સાંમાકાંઠે રહેતા ચાંદીના વેપારી રાજુ ગોસ્વામીનું નામ ખુલતા કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં અગાઉ કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ એક મહિલાની પણ કસ્ટમે અટકાયત કરી હતી. રાજુ ગોસ્વામી ચાંદીના વેપારમાં મોટું નામ ધરાવે છે. આ પ્રકરણમાં રાજકોટના બીજા બે મોટા ગજાના માથાની ધરપકડ થાય તેવી સંભાવના છે.

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે દાણચોરીનું હબ બની ગયું છે. અગાઉ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક મહિલાની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, તેણે ચાર વર્ષમાં દુબઈની ૭૩ ટ્રીપ કરી ૪૨૦ કરોડનું ૧,૨૮૫ કિલો સોનું ઘુસાડ્યું હતું. બેગેજ હેન્ડલર જીગ્નેશ સાવલિયાને કસ્ટમ્સના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતાં ઝડપ્યા બાદ અનેક પ્રકારના ઘટસ્ફોટ થયા છે. સેટેલાઈટના બીમાનગર પાસેના જીવનધામમાં રહેતી દિવ્યા ભુદિયા નામની મહિલાની ધરપકડ કરી હતી.

વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી ૪ હજાર કિલો સોનું જેની અંદાજે કિંમત રૂ. ૧૩૦૦ કરોડનું અમદાવાદ લાવવામાં આવ્યું હતું. જેના બદલામાં જીગ્નેશને બે કરોડ રૂપિયા અખંડ જ્યોત જ્વેલર્સના માલિક રૂતુગા ત્રિવેદીએ આપ્યા હતા. માણેકચોકમાં અખંડ જ્યોત જ્વેલર્સ દુકાનમાં માલિક રૂતુગા ત્રિવેદીની પત્ની હિના દુબઈથી લોકેશ શર્માને સોનાનો જથ્થો આપતી હતી. આ સોનાનો જથ્થો અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલિંગ તરીકે ફરજ બજાવતા જીગ્નેશ સાવલિયાને આપવામાં આવતો હતો. જેના બદલામાં રૂ. ૧.૩૦ લાખ રૂતુગા ત્રિવેદી આપતો હતો. કસ્ટમની તપાસમાં ખુલ્યુ હતું કે, અવની ટાવરમાં રહેતા હિતેન્દ્ર જયંતીભાઈ રોકડ અને મેહુલ રસીકભાઈ ભીમાણીએ સોનું લાવવા માટે અત્યાર સુધી ૧૦૫ કરોડ રૂપિયા તબક્કવાર ફાઈનાન્સ કર્યુ હતું. બંનેની પુછપરછમાં સેટેલાઈટ બીમાનગર પાસે આવેલ જીવનધામમાં રહેતી દિવ્યા ભુદીયાનું નામ ખૂલ્યું હતું. જે દુબઇથી સોનુ લાવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી તેની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.