Abtak Media Google News

રૂ.૨૫ લાખની ગેરરીતીના પ્રશ્ર્ને કારખાનેદાર સાળા-બનેવીએ અપહરણ કરી ચોટીલા પાસે હત્યા કરી લાશ સળગાવી દીધી’તી

હત્યા બાદ સુખી સંપન્ન પરિવાર આર્થિક સંકટમાં આવી જતાં મૃતકની ધાર્મિક વિધી કરવા જતાં હત્યાનો ભાંડો ફુટયો

ક્રાઇમ બ્રાન્ચે ચાર શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યા કર્યાની આપી કબુલાત

શહેરના માધાપર ચોકડી નજીક બેકબોન રેસિડેન્સી પાસે શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને બે વર્ષ પહેલા ભેદી રીતે લાપતા બનેલા વિપ્ર યુવાનની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. લેણદારોથી બચાવા રાજકોટ છોડી ફરાર થયેલા વિપ્ર યુવકનું બસ સ્ટેશન પાસેથી અપહરણ લેણદારોએ ચોટીલા નજીક હત્યા કરી લાશ સળગાવી નાખ્યાની ઘટનાનો જયોતિષે ઘટ્ટસ્ફોટ થયો છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કારખાનેદાર ચાર શખ્સોની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડી પાસે શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને પટેલનગરમાં શિવમ કાસ્ટો પ્લાસ્ટ નામના કારખાનામાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા વ્રજેશ વિજયભાઇ જોષી નામના ૨૮ વિપ્ર યુવાન ગત તા.૨૪ એપ્રિલ ૨૦૧૭ના રોજ ભેદી રીલે લાપતા બન્યો હતો.

વ્રજેશભાઇ જોષીના પરિવારજનોએ ગાંધીગ્રામ પોલીસમાં ભેદી રીતે લાપતા બન્યા અંગેની ગુમ નોંધ કરાવી હતી જેની પરિવાર કે પોલીસને આજ સુધી ભાળ મળી ન હતી. પોલીસ તપાસ દરમિયાન તે જ્યાં કામ કરતો હતો ત્યાં ‚ા.૨૫ લાખની ગેરરીતી કરી હોવાથી રાજકોટ છોડીને ભાગી ગયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. વ્રજેશ જોષી પરત આવશે તેવી રાહ જોઇ રહ્યા હતા તે દરમિયાન પુનિતનગરમાં રહેતા વ્રજેશ જોષીના કાકા પ્રકાશભાઇ કુમુંદભાઇ જોષીનો કારખાનેદારોએ બે વર્ષ જેટલા લાંબા સમય બાદ કોન્ટેક કરી વ્રજેશ જોષી હવે જીવિત ન હોવાનું કહી તેની પ્રાચી ખાતે વિધી કરાવવા સમજાવ્યું હતું. વ્રજેશ જોષીના વિકલાંગ માતા-પિતા અને કાકાને કારખાનેદારોની આવી વાત જાણી આશ્ર્ચર્ય થયુ હતું ત્યારે કારખાનેદારોએ વ્રજેશ જોષીના માતા-પિતા વિકલાંગ હોવાથી જીવન નિરવાહ માટે ઘર ખર્ચ આપવાની તૈયારી બતાવતા કારખાનેદારો બે વર્ષ બાદ આટલી બધી લાગણી કેમ બતાવી તે અંગે વિપ્ર પરિવાર વિચારી રહ્યો તેમ છતાં તેઓના કહેવા મુજબ પ્રાચી જઇને બે માસ પહેલાં ધાર્મિક વિધી કરી હતી.

પુનિતનગરમાં રહેતા વ્રજેશ જોષીના કાકા પ્રકાશભાઇ જોષીને કારખાનેદારોની વર્તણંક શંકાસ્પદ જણાતા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી વાત કરતા પી.આઇ. એચ.એમ.ગઢવી સહિતના સ્ટાફે પટેલનગરમાં શિવ કાસ્ટોપ્લાસ્ટના ભાગીદાર પ્રકાશ પીટલીયા અને તેના સાળા કલ્પેશ બારડ સહિત દસ જેટલા શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા વ્રજેશ જોષી પોતાના કારખાનામાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતો હતો ત્યારે તેઓને ત્યાં ૮૦ જેટલા કામદારો કામ કરતા હતા ત્યારે વ્રજેશ જોષીએ ‚ા.૨૫ લાખની ગેરરીતી કરી હોવાથી તેની પાસે ઉઘરાણી કરતા તે રાજકોટ છોડીને ભાગી જતાં કારખાનેદારોએ તેના પરિવારને વિશ્ર્વાસમાં લઇ વ્રજેશ જોષીની ભાળ મેળવી રાજકોટ બોલાવ્યા બાદ જૂના બસ સ્ટેશન પાસેથી જ કારમાં અપહરણ કરી ચોટીલા નજીક આવેલા ઝરીયા મહાદેવ મંદિર પાસે લઇ જઇ હત્યા કરી વકીલના માર્ગ દર્શન મુજબ મૃતદેહના કટકે કટકા કરી સળગાવવા પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન ફોરેસ્ટ અધિકારીઓ પેટ્રોલિંગમાં નીકળતા લાશ મુકી ભાગી ગયાની કબુલાત આપી છે.

ચોટીલા પોલીસે અજાણ્યા યુવાનની હત્યાનો અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ કરી હતી પણ મૃતકની ઓળખ થઇ ન હતી. વ્રજેશ જોષીની હત્યા બાદ કારખાનેદાર પરિવાર આર્થિક સ્થિતી કફોડી બનતા પોતાને બ્રહ્મ હત્યાના કારણે આવી સ્થિતીની શંકા સાથે જયોતિષ પાસે નિવાર માટે જતા જ્યોતિષે પણ બ્રાહ્મણ યુવાનની હ્ત્યા જ કારણભૂત હોવાનું કહી પ્રાચી વિધી કરવાની સલાહ આપી હતી તેમજ તેના પરિવારને સારી રીતે સાચવવાનું કહ્યું હોવાથી વિધી કરાવવા જતાં હત્યાનો ભાંડો ફુટયાનું બહાર આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.