Abtak Media Google News

ભાજપના આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન લોકોત્સવને સફળ બનાવવા બદલ શહેરીજનોનો આભાર માન્યા

વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીને વધાવવા શહેરે અભૂતપૂર્વ ઉત્સાહ બનાવ્યો છે. વડાપ્રધાનના ન ભૂતો, ન ભવિષ્યની અભિવાદનમાં નાના-મોટા તમામનો સહકાર મળ્યો હોય શહેરના રાજકીય અને સામાજીક આગેવાનોએ આભાર વ્યકત કર્યો છે. આજરોજ અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા આગેવાનોએ વડાપ્રધાનના સ્વાગત માટે ખડેપગે રહેનાર વિવિધ જ્ઞાતિઓ, શ્રેષ્ઠીઓ, સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓ, શાળા-કોલેજો, કલેકટર, પોલીસ કમિશ્નર, મ્યુનિ. કમિશનર, પીજીવીસીએલ, ડીડીઓ ભાજપના નાનાથી લઇ મોટા તમામ કાર્યકરો આગેવાનો અને નેતાઓ તથા શહેરીજનોનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મિરાણી, ડી.કે.સખીયા, નીતીનભાઇ ભારદ્વાજ, ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, રાજુભાઇ ધ્રુવ, ગોવિંદભાઇ પટેલ, ભાનુભાઇ મહેતા, દેવાંગ માંકડ, કશ્યપભાઇ શુકલ, ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, કિશોરભાઇ રાઠોડ, દિનેશભાઇ કારીયા, પુષ્કરભાઇ પટેલ, વિજયભાઇ દેસાણી, મયુરભાઇ શાહ અને વલ્લભભાઇ દુધાત્રા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.