Abtak Media Google News

કલાસમેટ સ્પેલ બી સિઝન ૧૧માં ૩ લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો : કણસાગરા સ્કૂલની વિદ્યાર્થીની નેશનલ લેવલે ભાગ લેશે 

વર્તમાન સપ્તાહમાં ભારતની સૌથી મોટી સ્પેલિંગ કોમ્પિટીશન કલાસમેટ સ્પેલ બીની ૧૧મી સિઝનના ઓનલાઈન સેમીફાઈનલનું આયોજન રાજકોટ શહેર માટે કરવામાં આવ્યું હતું.આ વર્ષે કોમ્પિટીશનના ત્રીજા લેવલના ઓનલાઈન ટેસ્ટમાં સૌથી ટેલેન્ટેડ સ્પેલર્સે ભાગ લીધો હતો તથા રાજકોટની એસએન કંસાગરા સ્કૂલની રીવા ઉત્તમકુમાર સુરાના વિજેતા બનીને ઉભરી છે. રીવા ઉત્તમકુમાર સુરાના હવે સ્પર્ધાની નેશનલ ફાઈનલમાં સ્પર્ધા કરશે.

આ સ્પર્ધાના શરૂઆતી રાઉન્ડમાં ઘણો જોશ જોવા મળ્યો હતો. રાજકોટ ૩૦ શહેરો પૈકીનું એક છે, જયાં આ પ્રકારની સેમી ફાઈનલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના પ્રારંભિક તબકકામાં રાજકોટની ૩૦ શાળાઓમાં ઓન ગ્રાઉન્ડ એકસરસાઈઝ કરવામાં આવી હતી, જયાં બાળકોના સ્પેલિંગ ટેસ્ટ લેવાયા હતા. પ્રત્યેક શાળાના ૧૫ ટોપ સ્કોરર્સે શહેરમાં ફાઈનલ રાઉન્ડમાં સ્પર્ધા કરી હતી.

સિટી ફાઈનલ્સમાં ટોપ પર્ફોમર્ન્સે ત્યારબાદ કોમ્પિટીશનના સેમી ફાઈનલમાં સ્પર્ધા કરી હતી.કલાસમેટ સ્પેલ બી સિઝન ૧૧ના અંતમાં કલાસમેટ સ્પેલ બી સિઝન ૧૧ના નેશનલ ચેમ્પિયન વિજેતા બનવા માટે ભારતના ટોચના ૧૬ સ્કોરર વચ્ચે રોમાંચક સ્પર્ધા જોવા મળશે. કોમ્પિટીશનના આ ટોચના ૧૬ સ્પર્ધકો નેશનલ ફાઈનલ્સમાં સ્પર્ધા કરશે. તેનું પ્રસારણ નેશનલ ટેલીવીઝન પર ડિસ્કવરી ચેનલ, ડિસ્કવરી કિડ્સ અને ડિસ્કવરી તમિળ ઉપર કરવામાં આવશે.

આ અંગે પ્રતિક્રિયા આપતા આઈટીસીના એજયુકેશન અને સ્ટેશનરી પ્રોડકટ્સ બિઝનેસના ચીફ એક્ઝિકયુટિવ શૈલેન્દ્ર ત્યાગીએ જણાવ્યું હતું કે, “કલાસમેટ હંમેશાથી દરેક બાળકોની વિશિષ્ટતાની ઓળખ કરવા અને તેને પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્ન કરતું રહ્યું છે. વિદ્યાર્થીઓને સામેલ કરવા માટે વિશેષ વેબસાઈટ પણ તૈયાર કરવામાં આવી હતી. આ બ્રાન્ડ નોટબુક, રાઈટીંગ, ડ્રોઈંગ, આર્ટ સ્ટેશનરી અને મેથ ઈન્સ્ટ્રુમેન્ટ જેવી નવીન અને વિશ્વસ્તરીય પ્રોડકટ્સ સાથે બાળકના સપનાઓને સાકાર કરવા માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા ધરાવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.