Abtak Media Google News

વૈશ્વિક સ્તરનો એવોર્ડ મેળવતી એક માત્ર એશિયા ખંડની બ્લડ બેંક: રકતના સૂક્ષ્માતિ સૂક્ષ્મ અંશનું પરીક્ષણ કરી સંપૂર્ણ ચેપ રહિત બ્લડ દર્દીને અપાય છે

૧૯૮૧માં બ્લડ બેંક શરૂ કરી, ૧૯૮૬માં એએબીબીની માન્યતા પ્રાપ્ત દેશની પહેલી બ્લડ બેંક છે: ૧૯૯૧માં થેલેસેમીયા જાગૃતિ સેન્ટર શરૂ કર્યું: બ્લડ બેંકની ‘બ્લડ ડોનર મુવમેન્ટ’ના ચેરપર્સન જાણીતી અભિનેત્રી જયાભાદૂરી છે

આપણે કરેલ રકતદાનથી કોઈનું જીવન બચી શકે છે. કોઈ લોહી આપે તો તે બીજાને આપી શકાય. અકસ્માત સમયે, ઓપરેશનમાં પ્રસુતિ સમયે, કુદરતી આફતમાં, કેન્સર-થેલેસેમીયા-હિમોફિલીયા, એનેમિયા, સિકલસેલ વિગેરેમાં રકત ચડાવવાથી દર્દીઓને લાંબુ આયુષ્ય મળે છે. લોહીના જે તત્વની ઉણપ હોય તે લોહી કે ઘટક ચઢાવવાથી રીકવરી ઝડપી આવે છે.કેટલાક રોગોમાં બીજી કોઈ નવા કામ લાગતી નથી ત્યારે બ્લડ ચઢાવવાથી ફાયદો થાય છે.

રાજકોટ માટે અતી આનંદ અને ગૌરવપ્રદ સમાચાર છે કે ૧૯૮૧થી કાર્યરત બ્લડ બેંક ‘લાઈફ બ્લડ સેન્ટર’ વિકસીત દેશોની વિશ્ર્વની શ્રેષ્ઠ બ્લડ બેંકનો એવોર્ડ મળ્યો છે. આ એવોડ; ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફયુઝન (આઈએસબીટી) દ્વારા અપાયો છે. જેમાં ૧૯૦થી વધુ દેશોની બ્લડ બેંકો મેમ્બર છે. દર બે વર્ષે અપાતા એવોર્ડં આ વર્ષે ૨૦૨૦નું સન્માન લાઈફ બ્લડ સેન્ટરને મળેલ છે. હેરોલ્ડ ગનસની સ્કોલરશીપ, એક સ્ટાફ મેમ્બર નોમીનેશન સાથે આ વિશ્ર્વભરનો સન્માનીય એવોર્ડ મળતા વૈશ્ર્વિક સ્તરે રાજકોટનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. આ બ્લડ બેંક છેલ્લા ચાર દાયકાથી મેડીકલી સેવામાં અગ્રેસર છે. ૨૦૧૫માં તેને આઈ.એસ.ઓ. સર્ટીફિકેટ સાથે સૌરા. ગુજરાતની એક માત્ર કવોલીટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના એનએબીએચ માન્ય છે. આ બ્લડ બેંકમાં અંદાજે ૧૫ કરોડથી વધુ કિંમતના અધતન સાધનો છે. એવરેજ દરરોજ ૨૫ જેટલા રકતદાતા રકતદાન કરવા આવે છે,જયારે ૯૦ જેટલા બ્લડ યુનિટ દર્દીઓ માટે વિવિધ હોસ્પિટલોમાં અપાય છે.

Vlcsnap 2020 04 16 09H35M55S435

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈન મુજબ આ સેન્ટર કાર્યરત છે. લાઈફ બ્લડ સેન્ટર ‘બ્લડ કોમ્પોનેટ’ એરિયામાં રકતદાતા દ્વારા લોહી સૌ પ્રથમ અલગ અલગ રકત ઘટકોમાં વિભાજીત કરાવામાં આવે છે. એક યુનિટમાંથી ત્રણ રકત ઘટકો બનાવાય છે, જેમાં આરસીસી, એફએફપી અને પીસી આ કોમ્પોનેટને અલગ કરવા સેન્ટરમાં અત્યાધુનિક ફૂલી ઓટોમેટેડ ‘બ્લડ કોમ્પોનેન્ટ’ સેપરેટરનો ઉપયોગ કરાય છે જેથી રકતની સ્ટરીલીટી જળવાયેલી રહે છે.

Nabh

બધા કોમ્પોનેન્ટ્સને અલગ અલગ તાપમાને સ્ટોર કરવામાં આવે છે.ભારતમાં બધાજ ડોનરના રકતનું રક્તથી ફેલાતા પાંચ રોગોનું પરીક્ષણ કરવું ફરજીયાત છે. ટ્રાન્સફયુઝન ટ્રાન્સમીટેડ ઈન્ફેકશન ડીસીઝ ટેસ્ટીંગ લેબોરેટરીમાં એચ.આઈ.વી. ૧,-૨, હિપેટાઈટીસ બી.સી. મેલેરીયા અને સિફલીસ માટે સૌથી એડવાન્સ ટેકનોલોજી દ્વારા તપાસ કર્યા બાદ જ દર્દીઓમાટે ઉપયોગ કરવામાં આવે છે.

લાઈફ બ્લડ સેન્ટર પાસે ફૂલી ઓટોમેટેડ ટેકનોલોજી છે. જેના દ્વારા બધા રકતદાતાનું બ્લડ ગ્રુપ અને એમના રકતમાં કોઈ એબ્નોર્મલ એન્ટીબોડી હોય તો તેની તપાસ કરવામાં આવે છે. દર્દીને જયારે જરૂરિયાત હોય ત્યારે એમનાં રકતના નમુના સાથે ડોનરના રકતને લેબોરેટરીમાં જ ચેક કરવામાં આવે છે જેને ‘ક્રોસમેચીંગ’ કહે છે. આ તપાસ બાદજ રકતદાતાનું રકત દર્દીને અપાય છે. આ માટે પણ સૌથી આધુનિક ટેસ્ટીંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે.

Vlcsnap 2020 04 16 09H37M10S615

પ્રારંભે લાઈફ બ્લડ સેન્ટરમાં આવતા રકતદાતાને રકતદાનની માહિતી સમજ સાથે પ્રી. અને પોસ્ટ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેના લોહીના ટકા એ.બી. ૧૨.૫ ગ્રામથી વધુ હોય તોજ લેવાય છે. રકતદાન કરતા પહેલા રકતદાતાનાં રકત વડે ફેલાઈ શકતા વિવિધ રોગોનું કાઉન્સેલિંગ ઉંડાઈપૂર્વક તબીબી પરીક્ષણ કરાય છે. બી.પી., શરીરનું તાપમાન, હૃદયના ધબકારા, કોઈ ઓપરેશન-માંદગી કે ડાયાબીટીસ કે બીજા કેટલાક રોગોની માહિતી મેળવાય છે. રકતદાન કરવા માટે ૮ થી ૧૦ મિનિટનો સમય લાગે છે. તમારી ફાળવેલ આટલો નાનો સમય કોઈકનું જીવન બચાવી શકે છે.રકતદાન બાદ રિફ્રેશમેન્ટમા હળવો નાસ્તો ચા-કોફી પણ અપાય છે. તેમના કાર્યોની સરાહના કરી નયન રમ્ય આકર્ષક તેમના ફોટા સાથેનું ‘ફોરકલર’ સર્ટીફિકેટસ પણ આપવામાં આવે છે. સેન્ટરનાં મેડીકલ ડાયરેકટર તરીકે ડો. સંજીવ નંદાણી કાર્યરત છે.

Vlcsnap 2020 04 16 09H36M29S181

વૈશ્ર્વિક સ્તરનો એવોર્ડ મેળવનારી રાજકોટની આ બ્લડ બેંક એશિયાખંડમાં પ્રથમ છે. સમગ્ર સેન્ટર ફાઉન્ડર અને એકઝીકયુટીવ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ કોટીચાની વર્ષોમાં જહેમતથી દૂનિયાભરમાં ખ્યાતી મેળવેલ છે.

રકત અને તેના ઘટકો વધુ સલામત બને છે: ચંદ્રકાંતભાઈ કોટીચા-ફાઉન્ડર

‘એકસ-રે-બ્લડ ઈરેડિએટર’ અધતન મશીન ૨૦૧૬માં બ્લડ સેન્ટરમાં લાવ્યા ખૂબ ઓછી પ્રતિકારક શકિત ધરાવતાં દર્દી, તાજા જન્મેલા બાળક, કેન્સરનાં દર્દી, અંગ પ્રત્યારોપણ કરાવનાર દર્દીઓને આ મશીનથી પ્રક્રિયા પામેલું રકત ચડાવવું સલામત બને છે. એશિયામાં પ્રથમ આ અધતન મશીનને કારણે રકતદાતાએ આપેલ રકતમાં ખાસ પ્રકારનાં શ્ર્વેતકણોને નિષ્ક્રિય બનાવે છે, જેથી તે વધુ સલામત બનાવે છે તેમ ફાઉન્ડ અને એકઝીકયુટીવ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ કોટીચાએ વધુમાં જણાવેલ છે.

ન્યુકિલક એસિડ એમ્પિલફિકેશન ટેસ્ટીંગ દ્વારા અહિ પરીક્ષણ થાય છે: મીતલ બેન કોટીચા શાહ

લાઈફ બ્લડ સેન્ટરમાં ‘નેટ’ ટેસ્ટીંગ સુવિધાથી રકતના સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશનું પરિક્ષણ થતું હોવાથી રકત ચડાવતાં લાગી શકતા ચેપનું જોખમ ઘટાડે છે, અને રકત મેળવનારને સલામતી બક્ષે છે. ગુજરાતમાં આ પ્રકારની ટેસ્ટીંગ સુવિધા વસાવનાર ‘લાઈફ-બ્લડ સેન્ટર’ પ્રથમ છે, તેમ સેન્ટરનાં જોઈન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મિતલબેન કોટીચા શાહે વધુમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.