Abtak Media Google News

બે વર્ષ પહેલાની ઘટનામાં સ્યુસાઇડ નોટ હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય બાદ આપઘાતની ફરજ પાડવાનો નોધાતો ગુનો

રાજકોટમાં ઉલ્ટી ગંગા જેવા કિસ્સો બહાર આવ્યો છે. એક યુવાને પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળી પેટ્રોલ છાંટી સળગીને આત્મહત્યા કરી લીધાની ફરીયાદ નોંધાઇ છે. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટનામાં આશરે બે વર્ષ બાદ ગુનો દાખલ થયો છે. સ્યુસાઇડ નોટ અંગે હસ્તાક્ષર નિષ્ણાંતો આપેલા અહેવાલમાં વિલંબ થતા હવે ગુનો દાખલ કરાયાનું પોલીસનું કહેવું છે.

વિગત એવી છે કે અવધ રોડ પર સ્થિત વીર સાવરકર કવાર્ટર રહેતા મનીષ વાળગીયા (ઉ.વ.૪૧) એ ગઇ તા. ૬-૧૦-૧૭ ના રોજ તેના ઘરમાં સળગીને આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતા નાથાભાઇ ડાયાભાઇ વાળગીયા (ઉ.વ.૬૬) કે જે મેટોડામાં આસ્થા વિલેજમાં રહે છે અને બેંક ઓફ બરોડમાં સીનીયર મેનેજરના પદ પરથી નિવૃત થયા હતા. તેમણે ફરીયાદ નોંધાવી છે.

જેના આધારે ગાંધીગ્રામ-ર પોલીસે મૃતકના પત્ની  શીતલબેન, સાસુ કંચનબેન અને સસરા હરિભાઇ રામજીભાઇ જયપાલ વિરુઘ્ધ આપઘાતની ફરજ પાડયાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ફરીયાદમાં જણાવ્યા છે કે તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. જેમાંથી મનીષ સૌથી મોટો હતો જે જસદણ સીવીલ હોસ્પિટલમાં કાઉન્સીલર તરીકે નોકરી કરતો હતો. અને ત્યાં જ સરકારી કવાર્ટરમાં પત્ની સાથે રહેતો હતો તેના અગાઉ બે વખત છુટાછેડા થઇ ગયા હતા. શિતલબેન સાથે ત્રીજા લગ્ન હતા. જેના આ બીજા લગ્ન હતા તેના પુત્રએ ઘરઘરણું કર્યા બાદ પત્ની સાથે જસદણ રહેતો હતો.

આ ઉપરાંત અવધ રોડ પર વીરસાવરકર કવાર્ટરમાં કર્વાટર પણ ખીરદ્યું હતું. જયાં અવાર નવાર પત્ની સાથે અવર જવર કરતો અન રોકાતો હતો ત્યાં ગઇ તા.૬ ના રોજ તેનો પુત્ર સળગી જતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો. જયાં બીજા દિવસે તેનું મોત નિપજયું હતું.

ત્યારબાદ ગત તા.૮મી ઓકટોબરે ૨૦૧૭ ના રોજ ફલેટમાં તપાસ કરતા આધેડે લખેલી  સ્યુસાઇડનોટ મળી આવી હતી. જેની હસ્તાક્ષર  નિષ્ણાંત પાસે પુષ્ટિ કરાવતા આધેડે પત્ની શિતલ અને તેના માતા-પિતાના મેળાટોળાથી કંટાળી અન આપઘાત પાછળ માત્રને માત્ર પત્ની અને સાસુ-સસરા જ જવાબદાર હોવાનું પણ જણાવ્યું હતું. હસ્તાક્ષર નિષ્ણાંત પાસુ સ્યુસાઇડ નોટની પુષ્ટિ કરાવી લગભગ બે વર્ષ પછી પોલીસે મૃતકના પત્ની અને સાસુ-સસરા વિરુઘ્ધ  આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.