Abtak Media Google News
  • રાજકોટ પશ્ર્ચિમ ધારાસભા બેઠક પર ભાજપના પ્રચારે ગતિ પકડી,  ગરીબના ઘર સુધી ભાજપે શ્રેષ્ઠ તબીબી સારવાર પહોંચાડી છે: મિરાણી

  • અનેક સ્ળે જૂ સભા અને સતત લોક સંપર્ક: કોંગ્રેસ ખુદ જાતિવાદ, જ્ઞાતિવાદના રોગી પીડીત: ભારદ્વાજ

ભાજપ શાસનમાં ગરીબના ઘર સુધી શ્રેષ્ઠ તબીબી સુવિધા પહોંચતી ઈ છે. તાકીદે સારવારની જરૂર હોય ત્યારે ૧૦૮ની સુવિધા કે મા અમૃતમ અને વાત્સલ્યની યોજનાઓ ભાજપ ગરીબોના હમદર્દ હોવાનો પૂરાવો છે. એમ જણાવી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ વિવિધ જૂ સભામાં કહ્યું હતું કે, આજે વાત્સલ્ય કાર્ડ યાજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગને શ્રેષ્ઠ તબીબી સારવાર નિ:શુલ્ક મળે તેવી સુવિધા મળી રહી છે. ચાર દાયકા સુધી શાસન કરનારી કોંગ્રેસે ગરીબના બેલી હોવાના માત્ર ઢોંગ જ કર્યા છે.

૬૯ રાજકોટ પશ્ચિમ ધારાસભા બેઠક પર વિવિધ જૂ સભાને સંબોધતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ગરીબોને દવાઓ પણ સસ્તી મળે તે માટે રાજ્ય સરકારે જેનરિક દેવા વેચાણ શરૂ કરાવ્યું છે. રાજકોટમાં અદ્યતન મલ્ટી સ્પેશ્યાલીટી માત્ર રાજકોટ જ નહિ સમગ્ર સૌરાષ્ટ્રને તેનો લાભ મળે. મહિલાઓના આરોગ્યની વિશેષ કાળજી લેવાય તે માટે રાજકોટની ઝનાના હોસ્પિટલના આધુનિકરણની યોજના હા ધરી છે. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભાજપની સંવેદનશીલ સરકારના આ કાર્યોને આવકારવાને બદલે કોંગ્રેસને તેમાં ગરીબોના મત ગૂમાવ્યાનું દુ:ખ છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની નજર કાયમ સત્તાની ખુરશી અને મત પડાવી લેવાના કાવાદાવા પર કેન્દ્રીત રહી છે. આજે ચૂંટણી જીતવા કોંગ્રેસ ખુદ જ્ઞાતિવાદ અને જાતિવાદના ગંભીર રોગમાં પટકાય છે ત્યારે તેનો ઈલાજ રાજકોટની જનતાની હોસ્પિટલમાં ૯મી ડિસેમ્બરે ઈ જવાનો છે. બધુ મતના ત્રાજવે તોલનારી કોંગ્રેસ ગરીબો માટે આવા કલ્યાણકારી પગલાં વિચારી શકે તેમ પણ ની.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મતવિસ્તારમાં લોકસંપર્ક અત્યંત વેગવાન બન્યો છે વિસ્તારના રહીશો લોકસંપર્ક માટે નીકળતા શ્રીમતિ અંજલિબેન રૂપાણી અને વિવિધ વિસ્તારના કોર્પોરેટરોને ફૂલડે વધાવીને મત તો ભાજપને જ નો કોલ આપી રહ્યાં છે.

વિવિધ વિસ્તારમાં લોકસંપર્કમાં ભાજપના અગ્રણીઓ દેવાંગભાઈ માંકડ,  જીતુભાઈ કોઠારી, મનિષભાઈ રાડિયા, પુષ્કરભાઈ પટેલ સહિતના અનેક અગ્રેસરો અને કાર્યકરો જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.