રાજકોટમાં 14મી ફેબ્રુઆરીથી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાનો પ્રારંભ

387

રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પ્રાયોગીક પરીક્ષાનું શેડયુલ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં રાજકોટ જીલ્લાના 24 પરીક્ષા કેન્દ્રો પરથી 8581 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રો પર નિગરાણી માટે વર્ગ-2ના અધિકારીઓની નિમણુંક કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આ પ્રયોગિક પરીક્ષા 24મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષા 14 થી 24મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પરીક્ષામાં રાજકોટના 16 કેન્દ્ર, ગોંડલનું 1 કેન્દ્ર, જેતપુરનું 1 કેન્દ્ર, ધોરાજીમાં 5 કેન્દ્ર અને જસદણમાં 1 કેન્દ્ર પરથી વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા લેવાશે.

પ્રાયોગિક પરીક્ષામાં રાજકોટ જીલ્લામાં24 સેન્ટર પર 8581 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રમાં નિગરાણી માટે વર્ગ-2ના અધિકારીઓની નિમણુંક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 5મી માર્ચ થી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો 14મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે અને વિદ્યાર્થીઓ પણ તૈયારીમાં લાગી ગયા છે.

Loading...