Abtak Media Google News

એક સમયે તેઓ મુખ્યમંત્રી તરીકે પ્રબળ દાવેદાર તો બન્યા પણ પણ ધારાસભ્ય ન હોવાથી રાજ્યમાં ભાજપ માટે સૌથી સુરક્ષિત મનાતી એવી રાજકોટ- પશ્ચિમની બેઠક તેઓ માટે ખાલી કરાઈ, અહીં ચૂંટાયા બાદ તેઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી

રાજકોટ ધારાસભાની બેઠક- ૨ હવે પશ્ચિમની બેઠકી ઓળખાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી કોઇ પણ ઉમેદવાર ઉભો રહે એટલે કેસરીયો લહેરાય તે નક્કી જ હોય છે. નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી રાજકોટની આ બેઠક પર લડ્યા હતા અને વિજય મેળવ્યો હતો. નરેન્દ્ર મોદી તેની પ્રથમ ચૂંટણી આ બેઠક પરી લડ્યા અને જોતજોતામાં વડાપ્રધાનના પદ સુધી પહોંચી ગયા.

વજુભાઇ વાળા આ સીટ પરથી સતત જીતતા આવ્યાં હતા. આ બેઠક પરથી લડવા ભાજપના મોટાગજાના નેતા તલપાપડ હોય છે.આ બેઠક લક્કી માનવામાં આવે છે. અહીંથી જે ઉમેદવાર ઉભો રહે તો સીએમ સુધી પહોંચી શકે તેવી માન્યતાઓ છે અને એ સાચી પણ પડે છે. ૨૦૦૨ની સાલમાં મોદીનો જાદુ ગુજરાત પર છવાયો હતો. સવાલ એ હતો કે તે મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર હતા. પરંતુ એક પણ વખત ધારાસભા લડ્યા નહોતા, મોદીને પણ ગુજરાતભરમાં રાજકોટની ૨ નંબરની બેઠક જ સેઇફ લાગી અને અહીંથી ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા હતા અને સીધા મુખ્યમંત્રી બની ગયા હતા.

Img 20200916 Wa0050

નરેન્દ્ર મોદી વર્ષો સુધી સંઘના પ્રચારક રહ્યા હતા. ૧૯૯૦ના દાયકામાં ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી હતા. ઓકટોબર ૨૦૦૧માં તેમને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવેલ. તે વખતે તેઓ વિધાનસભાના સભ્ય ન હતા. મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા ૬ મહિનામાં વિધાનસભામાં ચૂંટાવુ અનિવાર્ય હતું. તે વખતે વજુભાઈ વાળાએ તેમના માટે રાજકોટ-૨ની બેઠક ખાલી કરતા પેટા ચૂંટણી આવી હતી. જેમાં મોદીએ ઉમેદવારી કરી હતી. ફેબ્રુઆરી ૨૦૦૨માં મુખ્યમંત્રી તરીકે તેઓ રાજકોટથી પેટાચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ઘણાને ચૂંટણી જીતાડવાનો તેમને અનુભવ હતો પરંતુ જિંદગીની પહેલી ચૂંટણી તેઓ રાજકોટમાં લડેલા અને ૧૪ હજારથી વધુ મતથી વિજેતા બન્યા હતા.૨૦૧૪માં વજુભાઇ વાળા ગર્વનર બનતા આ બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠક પર પેટાંચૂંટણી આવી હતી. આ મુદ્દે ભાજપે વિજય રૂપાણીને મેદાનમાં ઉર્તાયા હતા. જેમાં વિજયભાઇનો વિજય થયો હતો અને એક જ વર્ષમાં તેને પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા અને બાદમાં સીધા સીએમ બની જતા આ બેઠકનો જાદુ ફરી જોવા મળ્યો હતો.

ચૂંટણી પ્રચાર માટે તેઓ છકડા ઉપર નીકળ્યા

1 1537164390

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટ- પશ્ચિમ એટલે કે તે સમયની ૨ નંબરની બેઠક ઉપર ધારાસભાની ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે તેઓ શહેરમાં પુરજોશમાં પ્રચાર ચલાવતા હતા. તે સમયે એક વખત તેઓ છકડો રિક્ષામાં પ્રચાર કરવા નીકળ્યા હતા. તે સમયની તસ્વીર

એક સમયે રાજકોટની શેરી- ગલીઓમાં સ્કૂટર પણ નીકળતા દેશના પીએમ

એક સમય હતો જ્યારે દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની શેરી- ગલીઓમાં સ્કૂટર ઉપર નીકળતા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં ધારાસભાની ચૂંટણી લડવાની તૈયારી કરતા હતા. ત્યારે તેઓ અહીં આવતા અને અહીંના પૂર્વ મેયર જનકભાઈ કોટકની સો રહેતા. તેઓની સો બજાજ સ્કૂટર પર બેસીને શહેરની શેરી- ગલીઓમાં ભમતા હતા. આ વાતનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વખત તેઓના સંબોધનમાં પણ કર્યો છે.

નરેન્દ્ર મોદીએ રાજકોટને આપેલી ત્રણ મોટી ભેટ

ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટને ત્રણ મોટી ભેટ આપી છે જેમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ગાંધી મ્યુઝિયમનો સમાવેશ થાય છે. અગાઉ રાજકોટ અને વડોદરા વચ્ચે એઇમ્સને લઈને ખેંચતાણ થઈ રહી હતી. ત્યારે નિષ્ણાંતોના મતે તેઓએ અંગત રસ દાખવીને એઇમ્સ રાજકોટને અપાવ્યું છે. જેથી ખંઢેરી નજીક ૧૨૦ એકર જમીનમાં રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે એઇમ્સનું કામ ચાલી રહ્યું છે.

Images56

એઇમ્સ શરૂ થયા બાદ તમામ ગંભીર પ્રકારના રોગોમાં પણ દર્દીઓને ગુજરાતમાં આધુનિક સાધનો, લેબોરેટરી, અત્યાધુનિક રિસર્ચ સેન્ટર સહિત તમામ પ્રકારની સવલતોનો લાભ મળતો થશે. એઇમ્સ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની સાથે સાથે તબીબી સંશોધનો થશે. અહીં અવનવા સંશોધન થશે સંશોધનને લીધે રોગોનું નિવારણ થશે અને કોઈ પણ પ્રકારના રોગચાળાને તાત્કાલિક રીતે કાબૂમાં લેવા માટેનું માર્ગદર્શન પણ મળી રહેશે. એટલું જ નહીં પરંતુ ગંભીર પ્રકારના રોગોમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી પ્રકારની સારવાર પણ ઉપલબ્ધ બનવાની છે. ઉપરાંત રાજકોટને હીરાસર પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળ્યું છે.

28 1542578183

જે રાજકોટથી ૨૭ કિલોમીટરના અંતરે ૧૦૨૫.૫ હેક્ટર જમીન ઉપર નિર્માણ થશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં પહેલા તબક્કામાં ૧,૪૦૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. પ્રથમ તબક્કામાં એક રન-વે અને ટર્મિનલની સુવિધા ઊભી કરવામાં આવશે. નવા એરપોર્ટમાં ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો સિંગલ રન-વે બનાવાશે. આ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગાંધી મ્યુઝિયમ પણ મળ્યું છે.

Gandhi Museum Rajkot Rajkot Heirs Of Mahatma Gandhi Have No Invitation In Releas 0

૨૬ કરોડના ખર્ચે નિર્ણાણ પામેલા ગાંધીજીના મ્યુઝિયમમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર મ્યુઝિકલ કિયોઝ, ઈન્ફોર્મેશનલ કિયોઝ, ગાંધીજી પર થ્રિડી ફિલ્મ, ગાંધીજી લિખિત પુસ્તકો અને ઓડિયો વિડીયો ફિલ્મ તથા લેશર શો છે.

વધુમાં અહીં વિદેશી પ્રવાસીઓ માટે ટ્રાન્સલેશનની સુવિધા પણ છે.

મેમરી વિથ મોદી : વડાપ્રધાન બન્યા બાદ બે વખત રાજકોટ પધારી ચૂકયા છે મોદીજી

પ્રથમ મુલાકાત : ૨૯ જૂન ૨૦૧૭: ૯ કિમીનો ઐતિહાસિક રોડ શો આજે પણ લોકહદયમાં અંકિત

Dsc 0051

અત્ર તત્ર સર્વત્ર મોદી છવાયા હતા : શહેરમાં એક સપ્તાહ સુધી ચાલ્યો હતો જશ્નનો માહોલ, સોળે શણગારી શહેર દીપી ઉઠ્યું હતું

વડાપ્રધાન બન્યા પછી તા.૨૯ જૂન ૨૦૧૭ના રોજ પ્રથમ વખત રાજકોટ આવેલા નરેન્દ્ર મોદીનું શહેરના લાખો લોકોએ અભૂતપૂર્વ અભિવાદન કર્યું હતું.

12 2

ત્રણ ઇંચ ધોધમાર વરસાદ પછી મેઘાવી માહોલમાં યોજાયેલા મોદીના રોડ-શોમાં જંગી જનમેદનીએ ૯ કિલોમીટરના રૂટ ઉપર મોદી-મોદીના નારા લગાવી પ્રચંડ લોકપ્રિયતાનું પ્રદર્શન કર્યું હતું, રાજકોટમાં સૌરાષ્ટ્રમાં દુષ્કાળને ભૂતકાળ બનાવી દે તેવી સૌની યોજના અંતર્ગત વડાપ્રધાને આજી ડેમમાં નર્મદાનીરના વધામણા કર્યા ત્યારે હજ્જારો લોકો ખુશીથી ઝૂમી ઉઠયા હતા. આ પૂર્વે દિવ્યાંગોને સાધન સહાયનો વર્લ્ડ રેકોર્ડ સર્જતા કાર્યક્રમમાં વડાપ્રધાને સંવેદનાપૂર્ણ વક્તવ્યથી લોકોના દિલ જીતી લીધા હતા.

13

આ વેળાએ રાજકોટમાં એક સપ્તાહી રોશની અને શણગારથી વડાપ્રધાનને વધાવવામાં આવ્યા હતા.આ દરમિયાન ત્રણ ઇંચ વરસાદની ઠેર-ઠેર ભરાયેલા પાણી વચ્ચે છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી અને  વડાપ્રધાનનું આગમન થતાં જ જનસૈલાબ ઉમટી પડયો હતો.  સંતો, મહંતો સહિત વિવિધ સંસ્થાઓએ અને સમાજોએ પુષ્પવર્ષા સાથે ચોકે ચોકે મોદી ઉપર પુષ્પવર્ષા કરી હતી. દિવાળી કરતાં પણ વધુ ઉત્સાહજનક માહોલ છવાયો હતો. રાજકોટના માર્ગો ઉપર નીકળેલી આ યાત્રામાં વડાપ્રધાનની લોકપ્રિયતા આકાશે આંબતી નજરે પડી હતી. રસ્તાની બન્ને બાજુએ લોકો મોદી-મોદીના નારા લગાવતા હતા, આજી ડેમીથી પારેવડી, હોસ્પિટલ ચોક, જિલ્લા પંચાયત, કિસાનપરા ચોક સહિતના વિસ્તારોમાં સર્વત્ર મોદીનો મેજીક છવાઈ ગયો હતો. રસ્તા ઉપર ભરાયેલા પાણી અને સવારી વરસાદી માહોલ વચ્ચે લોકોએ કલાકો સુધી વડાપ્રધાનની ઝલક નીહાળવા માટે પ્રતિક્ષા કરી હતી.

બીજી મુલાકાત :

11111

૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ : ગાંધી મ્યુઝિયમનું ઉદ્દઘાટન

20180930182753 Img 3580

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ રાજકોટની બીજી વખત મુલાકાતે પધાર્યા હતા. તે વખતે મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવ્યા હતા. સૌથી પહેલા પીએમ મોદીએ આણંદમાં અમૂલના ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ કચ્છમાં વિવિધ લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધી ભણ્યા હતા ત્યાં ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. તેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ આ મ્યુઝિયમને નિહાળ્યું હતું. ૨૬ કરોડના ખર્ચે  તૈયાર થયેલા આ મ્યુઝિયમમાં મોદીએ ખાસ્સો સમય પસાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.