Abtak Media Google News

શહેરની સૌથી જૂની લેંગ લાયબ્રેરીમાં પ્રાચિન ૫૦૦૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ: શહેરની કોર્પોરેશન સંચાલિત તમામ પુસ્તકાલયોમાં જ‚રીયાત મુજબના તમામ પુસ્તકો ઉપલબ્ધ

વડીલોને ધાર્મિક અને વિર્દ્યાીઓને સેલ્ફ ડેવલપમેન્ટ તા સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો સૌથી પ્રિય: દરરોજ અસંખ્ય વાંચકો શહેરના પુસ્તકાલયોમાં સંતોષે છે વાંચનની ભૂખ

રંગીલા રાજકોટવાસીઓની સ્વાદની સો વાંચનની ભુખ પણ દિન પ્રતિદિન વધી રહી છે. શહેરની લાયબ્રેરીયો વાંચન પ્રેમીઓી ઉભરાય છે.

Advertisement

રાજકોટ શહેરમાં ત્રિકોણબાગ નજીક ઝુબેલી ગાર્ડનમાં આવેલી લાયબ્રેરી એટલે કે લેંગ લાયબ્રેરી જે રાજકોટવાસીઓની વાંચનની શાન છે. ઈ.સ.૧૮૫૬ પોલીટીકલ એજન્ટ કર્નલ ડબલ્યુ લેંગ સપિત આ પ્રાચિન લાયબ્રેરી છે. હાલ આ લાયબ્રેરીને ૧૬૦ વર્ષે પૂર્ણ યા છે અને હજુ પણ કાર્યરત છે. આ લાયબ્રેરી હાલમાં અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને લેંગ લાયબ્રેરી તરીકે ઓળખાય છે. જેનું સંચાલન કલ્પા ચૌહાણ તા ટ્રસ્ટના મંત્રી પ્રવિણભાઈ ‚પાણી છે અને અન્ય ટ્રસ્ટના લોકોની કમિટિ દ્વારા સંચાલન કરવામાં આવે છે.

વર્ષ જુની છે અને તેની સો જ લાયબ્રેરીમાં ૧૦૦ વર્ષી પણ વધારે જૂના પુસ્તકો આવેલા છે. જેની કિંમતો ‚પિયામાં નહીં પૈસામાં અને આના માં છે. લાયબ્રેરીમાં વાંચવા માટેનું ઉત્તમ વાતાવરણ છે.

અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ સંચાલિત લેંગ લાયબ્રેરીના મંત્રી પ્રવિણભાઈ ‚પાણી લાયબ્રેરી વિશે જણાવે છે કે, લાયબ્રેરીમાં બાળ પુસ્તકાલય અને યુવા પુસ્તકાલય પણ છે અને વધારાની સુવિધામાં વિર્દ્યાીઓને બેસવા માટે, જેના ઘરે વાંચવાની સુવિધા ન હોય કોઈપણ પ્રકારની ફેકલ્ટીનો કોર્ષ કરતા હોય તેવા વિર્દ્યાીઓને વિનામુલ્યે વાંચવાની સુવિધા આપવામાં આવે છે. તેમાં પણ વધારામાં કોઈને રેફરન્સ બુકની જ‚ર હોય તો આપવામાં આવે છે. લાયબ્રેરીની અંદર નાના-મોટા ઈ કુલ ૩૬૦૦ જેટલા સભ્યો છે. રોજના ૨૫૦-૩૦૦ લોકો આપ-લે માટે મુલાકાત લે છે અને છાપાઓ, મેગેઝિન તા સાહિત્ય વાંચન કરી શકે છે. જૂના અને અપ્રાપ્ય પુસ્તકો ૫૦૦૦ જેટલા છે. તેમાં ૧૦૦ ી ૧૨૫ વર્ષ જૂના ભારતની એકમાત્ર લાયબ્રેરીમાં હોય તો લેંગ લાયબ્રેરીમાં છે. જેને પી.એચ.ડી. (સંશોધન) વું હોય તેના માટે અનેક પુસ્તકો છે.

વિવિધ ધર્મો જૈન, સિન્ધી હિન્દી અને મરાઠી, સંસ્કૃત પુસ્તકો આવેલા છે. જેને ઈતિહાસ પર સંશોધન કરવું હોય તેને અચૂક આવવું પડે, હાલ પુસ્તકાલયનો વિચાર મુકેલો બાળકો પોતાની મેળે પુસ્તક લે અને પોતે સંશોધન કરી વાંચન કરે તેના માટે નાના-નાના ટેબલોને ખુરશી વગેરે મુકયા છે.

લેંગ લાયબ્રેરીના સંચાલક પ્રવિણભાઈ રૂપાણી જણાવે છે કે લેંગ લાઇબ્રેરી રાજકોટની કલગી છે. સમગ્ર ગુજરાતની શ્રેષ્ઠ લાયબ્રેરીનો એવોર્ડ ‘મોતીભાઈ અમીન એવોર્ડ’ હેન્ટ્રીક મળેલ છે. વાંચકોને અપીલ છે કે ટીવી કરતા વાંચનનો ઉપયોગ કરી બાળકોને પુસ્તક ભેટ આપો. રોજ ૩૦ મનિટ જેટલું વાંચન કરવું જોઈએ.

મોરારીબાપુએ કહ્યું છે કે જેના ઘરમાં પુસ્તક નથી તેને ઘેર દીકરી ન આપવી. પુસ્તક ઘરમાં રાખવું જ જોઈએ તેવી અપીલ મ.પા.સંચાલિત તમામ લાયબ્રેરીના હેડ નરેન્દ્રભાઈ અરદેસરા (લાયબ્રેરી હેડ) જણાવ્યા મુજબ ૧૯૮૪થી સેવા શ‚ થઈ છે. પ્રથમ ફરતુ પુસ્તકાલય અને પછી કેનાલ રોડ પ્રભાદેવી નારાયણ પુસ્તકાલય પછી આ શ્રેષ્ઠ રોડ પર લાયબ્રેરી ખોલવામાં આવી ૨ વર્ષ થયા છે. ૧૮૦૦ બુક કલેકશન તમામ વર્ગને અનુકુળ પુસ્તકી અન્ય મલ્ટી મિડિયા નેટ કલ્બ (૪૦૦૦ ડીવીડી) મહિને ૧૦ ‚ા. છે. બાળકી માટે રમકડા લાયબ્રેરી ૧૬૫૦ રમકડા છે. મેગેઝીન કલબ, ફ્રી રીડીંગ એરિયા ૬૦ જેટલી બેઠક, ૫૫૦ થી ૬૦૦ વિદ્યાર્થી રોજ અહીં આવે છે. સારા પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર સમાન છે. પુસ્તક તરફ લોકો વળે દરરોજ વધુ નહીં ૧ પુસ્તક વાંચવું ઘરમાં પુસ્તકો ખરીદીને રાખવા.

વાંચક પીયુષભાઈ ટાંકે જણાવ છે કે જમીન મકાન સાથે જોડાયેલ છે. લાયબ્રેરી નિયમિત ૧-૨ કલાક આવે છે. મેગેઝીન અને અખબાર વાંચવા લાયબ્રેરીમાં પુસ્તકનો વિશાળ વિભાગ છે. ખૂબ મોટો ખજાનો છે. મારુ પ્રિય લેખક હરકીશન મહેતા, વજુ કોટક છે. વાંચનથી જ્ઞાન વધે છે. દુનિયાનું જ્ઞાન મળે છે. ૧૫૦ ફુટ રીંગ રોડ એકિટવીટી સેન્ટરમાં એક લાયબ્રેરી માત્ર મહિલાઓ માટે, તેમા માત્ર રિડિંગ ‚મ છે. ૬૦-૭૦ રોજ બહેનો, લાયબ્રેરી સભ્યપદની ફી રાહતદરે છે. અભવન મેમ્બરશીપ પુસ્તક ૫૦૦ ‚પિયા છે. યુવાનો, સિનિયર સીટીઝન વધુ ઉપયોગ કરે છે. સેલ્ફ ડેવલપમેન્ટ પુસ્તક વધુ વંચાય છે. ૨૦૦૦ની સાલથી લાયબ્રેરી વિભાગ સંભાળું છું અને ડો.હંસલ ભચેસ લીખીત પણ હુ તો તને પ્રેમ કરુ છું પ્રિય પુસ્તક જેમાં ભાઈ-બહેન વગેરે સંબંધના પુસ્તકનું હાલ વાંચન કરુ છું.

મહિલા લાઈબ્રેરીના વાંચક પૂનમબેન પરમાર જણાવે છે કે જી.પી.એસ.સી.ની. તૈયારી કરે છે. ૪ મહિનાથી રેગ્યુલર આવે છે. લાયબ્રેરીમાં તમામ સુવિધા મળે છે. માત્ર મહિલા માટેની લાયબ્રેરીથી ઘણો ફાયદો છે.

વાંચક આશા કોટડીયા જણાવે છે કે કમ્પ્યુટર એન્જિનિયરીંગમાં અભ્યાસ કરે છે. ૬ મહિનાથી આવે છે. ન્યુઝ પેપર તથા મેગેઝીન વાંચે છે અને વધારેમાં વધારે બુક આવે ને વાંચવા મળે તેવી આશા રાખે છે. આર.એમ.સી થી આ મહિલા લાયબ્રેરી ખૂબ સારી સુવિધા પુરી પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.