Abtak Media Google News

યુવાનોના મગજ પર વિપરીત અસર કરતી અને સમય બરબાદ કરતી ગેમના ચેપને આગળ વધતો અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું સરાહનીય પગલુ

ઈન્ટરનેશના માધ્યમથી મોબાઈલમાં ઓનલાઈન પબજી ગેમ રમી યુવાનોને પબજી ગેમના રવાડે ચડતા અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ પ્રસિધ્ધ કરી પબજી ગેમ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પબજી ગેમના કારણે મોટી સંખ્યામાં યુવાનો લાંબો સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહી કામ ધંધો ન કરતા હોવાનું તેમજ ગેમના કારણે યુવાનોનો મગજ ઝનુની અને તામસી બની જતા હોવાથી પબજી ગેમ રમતા યુવાનોને અટકાવવામાં આવે તો તેઓ ખૂની હુમલા કરવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હોવાથી આ ગેમને આગળ વધતી અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ પ્રસિધ્ધ કરી પબજી ગેમ રમતા યુવાનો સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું જાહેર કર્યું છે. તેમજ પબજી ગેમ કયાં રમાય છે અને કોણ કોણ રમે છે તે અંગેની માહિતી આપવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.