Abtak Media Google News

પરિણીત શખ્સે ભોગ બનનાર સાથે લગ્નનું તરકટ રચી અંગત પળોનો ઉતારેલો વીડિયો વાયરલ કર્યો

રાજકોટનાં શખ્સે અમરેલીની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અમરેલી તથા અમદાવાદમાં વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ પોતે પરિણીત હોવા છતાં યુવતીને અપરણિત હોવાનું કહીને હાર પહેરાવીને લગ્નનું તરકટ રચ્યા બાદ અંગત પળોનો વીડિયો ઉતારી લઈ તેના આધારે બ્લેકમેઈલ કરીને પૈસા પડાવી વધુ રકમ ન આપતા બદનામ કરવા માટે બિભત્સ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ભોગ બનેલી યુવતી અમરેલીમાં રહીને નોકરી કરતી હતી ત્યારે રાજકોટમાં રહેતો નિર્મળ ઉર્ફે હકો બૌવા નામનો શખ્સ ૨૦૧૫માં તેના સંપર્કમાં આવ્યો હતો ત્યારથી આજ સુધીના સમયમાં આરોપીએ આ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને અમરેલી તથા અમદાવાદમાં જુદા જુદા સ્થળોએ તેની મરજી વિરુઘ્ધ શરીર સંબંધ બાંઘ્યો હતો. નિર્મળ પોતે કુંવારો હોવાનું કહીને ફુલહાર કરીને લગ્નનું તરકટ પણ રચ્યું હતું પણ તેને ઉપપત્ની તરીકે રાખીને તેનું શારીરિક શોષણ કરતો હતો. વારંવાર યુવતીને બ્લેકમેલ કરીને તેની પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂપિયા અઢી લાખ જેવી માતબર રકમ પણ પડાવી હતી.

આરોપીએ યુવતીનો અંગત પળોનો વીડિયો ઉતારી લીધો અને ફોટાઓ પણ પાડયા હતા. એ તેને બતાવીને વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો. બાદમાં યુવતીએ તેનું કહ્યું ન કરતા આરોપીએ આ વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. ભોગ બનનારની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.