રાજકોટ મહાજન જૈન સંઘો રાજતિલક માટે ઠાકોર સાહેબને પવિત્ર કંકાવટી અર્પણ કરશે

62

પાર્શ્ર્વ જિનાલયમાં પૂજિત થયેલી પવિત્ર કંકાવટી વડે રાજકોટ રાજના સિંહાસન પર આ‚ઢ થતા ધર્મ વત્સલ ઠાકોરસાહેબ માંધાતાસિંહજી બાપુની રાજતિલક વિધિ સંપન્ન થાય તેવી ઉત્કૃષ્ટ ભાવના ત્રણેય સૈકાની નિયુકત થયેલું રાજકોટ દશા શ્રીમાળી વણિક મહાજન હૈયે ધરે છે.

રાજા અને મહારાજના અતૂટ પવિત્ર સંબંધોના સંમસ્મરણોને તાજા કરતા રાજકોટ મહાજન રાજતિલકની ધાર્મિક વિધિને સહર્ષ આવકારે છે. અને જગત નિયતાને ખરા અંતરથી પ્રાર્થના કરે છે કે રાજકોટ રાજના રર ગામોની રૈયત ફરીથી અસલ છત્રલાયા પ્રાપ્ત કરી સુખ શાંતિ પામે.

આ પવિત્ર કંકાવટી શું સૂચવે છે?

કં: કંસનો અશુભ કાળ વિદાય લેશે

કા: કાવાદાવાથી ખબદબતી રાજ વ્યવસ્થા તૂટી પડશે

વ: વહીવટી દૂરંદેશી પણાનું પુનરાવતન થશે

ટી: ટીકાકારોને સત્ય મળશે અને અસતયની પ્રામાણિક પણે ટીકા કરશે.

Loading...