Abtak Media Google News

રાજકોટઃ શનિવારે રાજકોટમાં એક વિચિત્ર ઘટના બની હતી. અહીં આવેલા લોધાવડ ચોક પાસે કેટલાક કિન્નરો દ્વારા અન્ય એક ટ્રાન્સવૂમનને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે રાજકોટમાં રહેતી પાયલ નામની ટ્રાન્સવુમન પર શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે તેનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો તથા તેને જાહેરમાં નગ્ન કરી તેના ગુપ્તભાગનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પરંતુ ત્યાં પણ કેટલાક કિન્નરોએ કપડા ઉતારી હોબાળો મચાવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે મૂળ સુરેન્દ્રનગર અને હાલ રાજકોટમાં રહેતી પાયલ નામની ટ્રાન્સવૂમન સાથે કેટલાક અન્ય કિન્નરોએ નકલી હોવાનો આરોપ લગાવી મારામારી શરૂ કરી દીધી હતી.

Screenshot 3 10

એટલું જ નહીં બાદમાં પાયલનું અપહરણ કરી તેને ગોંધી પણ રાખી હતી. ત્યારબાદ ગુપ્તભાગનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. તો પાયલના વાળ કાંપી નાખવામાં આવ્યા હતા. આ બાબતથી ગભરાઇને પાલયે સાયબલ પોલીસમાં સમગ્ર હકિકત જણાવી હતી.

બીજી બાજુ પાયલને પોલીસ રક્ષણ મળતાં અને પોતાના પર ગંભીર આક્ષેપો થતા અન્ય કિન્નરો રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં પાયલ વિરુદ્ધ કડક પગલા લેવા અને તેને રાજકોટ બહાર કરી દેવાની માગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. થોડો સમયબાદ આ કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં જ કપડા ઉતારવાનું શરૂ કર્યું હતું. આ ઘટના બાદ પાયલને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં #justiceforpayalના હેશટેગસાથે જોરશોરથી ઝુંબેશ શરૂ થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.