Abtak Media Google News

ગણેશ પંડાલમાં અર્જુન ટેન્ક, ચંદ્રયાન તથા તેજસ વિમાનની પ્રતિકૃતિ અને અખંડ ભારતનો નકશો આકર્ષણનું કેન્દ્ર

સતત નવમાં વર્ષે ભુદેવ સેવા સમિતિ દ્વારા ડો. યાજ્ઞીક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે, રાજકોટ કા મારાજાની સ્થાપન કરાઈ છે. વિઘ્નહર્તા દેવ ભગવાન ગણપતીજીની ૧૪ ફૂટની ભવ્ય તેજમય પ્રતિમાનું સંપૂર્ણ ભાવ તથા શ્રધ્ધાપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતુ. ભકતજનો ભાવપૂર્વક નાચી ઉઠ્યા હતા અને ભકિતરસમાં તળબોળ થયા હતા.

રાજકોટ કા મહારાજા’ ગણેશોત્સવમાં ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ગૌરવસમાન સ્વદેશી બનાવટના અર્જુન ટેન્ક, ભારતીય મિશન ચંદ્રયાન, લડાકુ વિમાન તેજસની આબેહુબ કૃતિઓ પ્રદર્શનમાં રાખેલ છે. આ ઉપરાંત તાજેતરમાં કલમ ૩૭૦ની નાબુદી થઈ જેના ભાગરૂપે અખંડ ભારતનો નકશો રાખેલ છે. જે આકર્ષણનું કેન્દ્ર છે. આવતીકાલે બુધવારના રોજ રાજકોટ કા મહારાજા ડો. યાજ્ઞીક રોડ ખાતે રાત્રે ૮ વાગ્યે સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર સંજયભાઈ જોષીનો કાર્યક્રમ યોજાશે. આ તકે અભયભાઈ ભારદ્વાજ તથા અલ્કાબેન ભારદ્વાજ સહપરિવાર તેમજ ચેરીટી કમિશ્નર સી.કે. જોષી તથા ઝાલાવાડ સતર તાલુકા બ્રહ્મસમાજના શ્રેષ્ઠીઓ, હળવદ, બ્રહ્મસમાજના અગ્રણીઓ, હડીયાળા ચોવીસી, બ્રહ્મસમાજના શ્રેષ્ઠીઓ, હળવદ બ્રહ્મસમાજના અગ્રણીઓ, હડીયાળા ચોવીસી બ્રહ્મસમાજના અગ્રણીઓ તથા વિવિધ તડગોળના અગ્રણીઓ તેમજ બ્રહ્મશ્રેષ્ઠીઓ, જયોતિન્દ્રભાઈ પંડયા, શિરીષભાઈ વ્યાસ, અશ્ર્વીનભાઈ રાવલ, ભરતભાઈ દવે, વિરલભાઈ જોષી, સંદીપભાઈ પંડયા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.