રાજકોટ કા મહારાજા ગણેશજીના પંડાલમાં લાગી ભકતજનોની ભારે ભીડ

મોદકપ્રિય દુંદાળાદેવને આજે છપ્પનભોગ ધરાશે

યાજ્ઞિક રોડ પર બીરાજેલ દુંદાળાદેવ રાજકોટ કા મહારાજાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ભુદેવ સેવા સમિતિ દ્વારા સ્થાપવામાં આવેલ વિઘ્નહર્તા ગણેશજીના દર્શન માટે દુર દુરના વિસ્તારોમાંથી લોકો આવી રહ્યા છે. તેજસભાઈ ત્રિવેદીના જણાવ્યું હતું કે, રાજકોટ કા મહારાજાએ સવધર્મ-સર્વજ્ઞાતિ સમભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડે છે. ગતરાત્રીએ પ્રસ્થાન ગ્રુપના પ્રમુખ આનંદભાઈ આશિતભાઈ, બાપાસીતારામ-રાજકોટ ગ્રુપના પ્રદિપસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, રઘુભા ગોહિલ, ટીનાભાઈ, હરદેવસિંહ જાડેજા, મહાવીરસિંહ, દિલાવરસિંહ ઝાલા, દિલીપસિંહ, અશોકસિંહ જાડેજા, જીતુભા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, બળદેવસિંહ ગોહિલ, કિર્તીસિંહ, જયેન્દ્રસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ રાણા, જનકસિંહ રાણા, જયદેવસિંહ જાડેજા તથા બ્રહ્મ પરીવાર તેમજ બ્રહ્મ મહિલા મંડળના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મોત્સવને સફળ બનાવવા માટે કન્વિનર વિશાલ આહ્યા, સહક્ધવીનર જય પુરોહિત તથા દિલીપ જાની, મયુર વોરા, ચિરાગ મહેતા, યજ્ઞેશ ભટ્ટ, નિરવ ત્રિવેદી, અશોક મહેતા, વિશાલ ઉપાધ્યાય, ભરતભાઈ ધ્રુવ, હિમાંશુ ત્રિવેદી, અર્જુન શુકલ, ધ્રુવ કુંડલ, કૃણાલ શિલુ જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...