Abtak Media Google News

ઇન્ટરનેશનલ એરપોર્ટ લાંબા અંતરની ટ્રેનો ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યો છું  મતદારો હજુ એક તક આપે તેવો અનુરોધ વિકાસને વધુ ગતિ માટે ભાજપને મત આપી મોદીજીને ફરી વડાપ્રધાન બનાવીએ

ભાજપના વિકાસની રાજનીતિમાં  માને છે રાજકોટ સંસદીય મત વિસ્તારના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના વિકાસ માટે મે અને ભાજપે શક્ય તમામ પ્રયાસ કર્યા છે અને મતદારોના આશીર્વાદથી આ પ્રયાસો ચાલુ રહેશે તેવો કોલ ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા આપ્યો છે.ક

આવતીકાલે વધુમાં વધુ પ્રમાણમાં ભાજપની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરતા જણાવ્યું છે કે કોંગ્રેસે તેના ૫૦ વર્ષના શાસનમાં રાજકોટને એઇમ્સ નથી આપી ભાજપે તે કરી બતાવ્યું છે. લોકોના આરોગ્ય અને અમે પ્રાથમિકતા આપી છે.આયુષ્યમાન યોજના અને એઇમ્સ થી સાબિત થાય છે એઇમ્સનો લાભ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ની જનતા ને મળવાનો છે.

આવી જ રીતે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કંપનીઓના પ્રતિનિધિઓ અને આમ આદમીને મુંબઈ દિલ્હી જવામાં સુગમતા રહે તે માટે રાજકોટની ભાગોળે રાજકોટ અને ચોટીલા તાલુકા ની બોર્ડર પર હીરાસર ગામ નજીક રૂપિયા ૧૨૦૦ કરોડના ખરચે આંતરરાષ્ટ્રીય સ્તરનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવાયું છે તેનું કામ શરૂ થઈ ગયું છે અને બે વર્ષમાં તે પૂરું થઈ જશે. રાજકોટનું એરપોર્ટ કાર્યરત થયા બાદ સૌરાષ્ટ્રવાસીઓને દુનિયાના કોઈપણ ખૂણે જવા રાજકોટ થી જ ફ્લાઈટ મળી જશે.અમદાવાદ સુધી જવામાં સમય અને નાણાનો જે બગાડ થતો હતો તે અટકી જશે.હાલ રાજકોટથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ચાલુ જ છે.

મોહનભાઈ કુંડારીયાએ વધુમાં જણાવ્યું હતું કે એર ફિક્વન્સી ની વધારાવાની સાથે સાથે લાંબા અંતરની સંખ્યાબંધ ટ્રેન શરૂ કરવામાં આવી છે આગામી પાંચ વર્ષમાં રેલવેએ તમામ લાઇનનું બ્રોડગેજમાં પરિવર્તન અને ઇલેક્ટ્રિક ફિકેશનનું કામ હાથ ધરાશે. તેના કારણે મુસાફરી વધુ ઝડપી બનશે અને અત્યાર સુધી અમદાવાદ સુધી ચાલતી લાંબા અંતરની અનેક ટ્રેન રાજકોટ સુધી લંબાવાશે રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં રેલવે બ્રિજ બાંધી ટ્રાફિક સમસ્યા દૂર કરી છે તેવી જ રીતે રેલવે બ્રિજ બાંધવામાં આવશે.

રાજકોટના વધુ વિકાસ માટે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને તે જરૂરી છે. નરેન્દ્રભાઈ મોદી તરફી વાત કરતા મોહનભાઇ  કુંડારિયાએ ભાજપની તરફેણમાં કમળનું બટન દબાવી  મતદાન કરવા લોકોને અપીલ કરી છે અને જણાવ્યું કે યુવાનો ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મહિલાઓ, શ્રમજીવીઓ, કારીગરો સહિત સમાજના તમામ વર્ગના વિકાસ માટે દિવસ-રાત જોયા વગર મહેનત કરવાનો મારો વાયદો છે અને હું ખાત્રી આપું છું કે પ્રજાજનોની શ્રદ્ધા અને વિશ્વાસનું હું પ્રમાણિક્તા પૂર્વક પાલન કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.