Abtak Media Google News

ગોંડલ, ખાંડાધાર અને જેતપૂરમાં દરોડા, કિશોર સહિત પાંચ ઝડપાયા: એકની શોધખોળ

રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે દારૂના દરોડામાં સગીર સહિત પાંચની ધરપકડની રૂ.૮૬૫૦૦નો મુદામાલ કબ્જે કરી એક શખ્સની શોધખોળ આદરી છે. જેમાં ગોંડલ શહેરમાં મકાનમાંથી ૯૬ બોટલ દારૂ, બાઈક અને મોબાઈલ સાથે સગીર સહિત બેને ઝડપી લીધા છે. જયારે ખાંડાધાર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જયારે જેતપૂરમાં ૧૦ બોટલ દારૂ સાથે એકને ઝડપી લીધો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ જુગારની બદી ડામવા એસ.પી.બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.નાં સ્ટાફે ગોંડલના કપુરીયા પરામાં ચિરાગ કાળુ સરવૈયાના મકાનમાં દરોડો પાડી ૧૬ બોટલ દારૂ મોબાઈલ, અને રોકડા મળી રૂ. ૩૬૮૦૦નો મુદામાલ કબ્જે કરી કિશોરની ધરપકડ કરી જયારે રાજકોટના જેન્તી નામના શખ્સની શોધખોળ આદરી જયારે ગોંડલના ખાંડાધાર ગામે એલ.સી.બી.એ દરોડો પાડી ૧૦૦ લીટર દારૂ અને ૧૬૦૦ લીટર આથા સાથે મહેન્દ્ર કેશુ સોમાયા, રાભા હાહવૈદ અને યુવરાજ રાજાની ધરપકડ કરી છે.

જયારે જેતપૂરનાં ભાદરના સામાકાંઠેથી મહેશ ભાણુકા બસીયા અને પરેશ ચંદુ ધરેજીયાની ૧૦ બોટલ દારૂ સાથે ધરપકડ કરી રૂ૨૩ હજારનો મુદામાલ કબ્જે કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.