Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારને ૨.૦ના એક વર્ષના ઐતિહાસિક વિકાસને લોકો સુધી માહિતગાર કરવા અંતર્ગત આજરોજ રાજકોટ જીલ્લા ભાજપની વિડીયો કોન્ફરન્સ સંમેલન રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડિ.કે.સખીયાની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા ભાજપ મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, ડો.ભરતભાઈ બોઘરા, રાજ્યના કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સહીતના જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ રાજકોટ જીલ્લા ભાજપાના કાર્યકર્તાઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું.

મનસુખભાઈ માંડવીયાએ દિલ્હી ખાતેથી ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા કાર્યકર્તાઓ સાથે જોડાઈને વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની ઉપલબ્ધીઓ તેમજ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ડીસીજ સંબધિત માહિતીની છણાવટ કાર્યકર્તાઓ સાથે કરી હતી.

આ તકે તેઓએ જણાવ્યું કે આજે વૈશ્વિક કોરોનાની મહામારીને નાથવા સરકારની સાથે દેશની જનતા કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે એકજુટ થઈને રક્ષણાત્મક રીતે લડી રહ્યા છે. તે ખુબ જ પ્રશંસનીય અને અભિનંદનીય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા હેતુ રૂપિયા ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરીને અર્થતંત્રને વેગવંતુ બનાવવા ઐતિહાસીક નિર્ણય લીધો છે.

રાજકીય ઈચ્છાશક્તિ દાખવીને નિર્ણાયક નેતૃત્વના દર્શન કરાવ્યા છે. ભારત દેશ સામાજીક, આર્થીક, વૈશ્વિક સહીત અનેકક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.