Abtak Media Google News

૧૪૫૦૦ હેલ્થ વર્કરોની યાદી સામે કોરોના ૧૬૫૦૦ ડોઝ ઉપલબ્ધ:જેમ જેમ વેકસીનનો જથ્થો ફળવાશે તેમ તેમ બૂથ વધારશે

આજથી કોરોના મહારસીકરણ અભિયાન આરંભ કરી દેવામાં આવ્યો છે.રાજકોટમાં પ્રથમ દિવસે કુલ છ વેકસીન બુથ શરુ કરવામાં આવ્યા હતા  દરમિયાન સોમવારથી વેક્સિન બૂથ વધારવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.શહેરમાં પ્રથમ તબક્કે જે હેલ્થ વર્કરોને વેક્સીન આપવાનું થાય છે.તેની સંખ્યા ૧૪૫૦૦ જેવી થવા પામેં છે જેની સામે કોરોના ૧૬૫૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. આજે વેક્સિનેશનના પ્રથમ દિવસે વેકસીન લેનાર કોઈ વ્યક્તિને આડ અસર થવા આવી હતી. એક સાથે ૧૫૫ બૂથ પરથી કોરોના વેક્સિનેશનની કામગીરી કરી શકાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ગોઠવવામાંઆવી છે.

આજે વેક્સિનેશન ના પ્રારંભના પ્રથમ દિવસે છ સ્થળેથી વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.કોર્પોરેશન દ્વારા હેલ્થ વર્કરોની જે યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ૧૪૫૦૦ વ્યક્તિઓની નોંધણી કરવામાં આવી છે.જેમાં મહાપાલિકાના ૮૦૦૦ જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ખાનગી તબીબો અને પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. આજે વેક્સિનેશન કોઈ વ્યક્તિને વેકસીન લીધા બાદ આડ અસર થવા પામી ન હતી. સોમવારથી વેક્સિનેશન બૂથ વધારવામાં આવશે. જેમ જેમ કોરોનાનો જથ્થો ફાળવાતા જશે તેમ તેમ બુથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.