Abtak Media Google News

ક્રિટીકલ એન્જરીમાં વંચીત રહેલ ન્યુરો વિભાગ પણ શરૂ થશે: રાજકોટ સિવિલમાં ૧૫૦ કરોડના ખર્ચે છ માળના આધુનિક બિલ્ડીંગનું માર્ચમાં ખાતમુહૂર્ત

તમામ સારવાર માટે ૧૬૦ બેડની સુવિધા: આઇસીયુ માટે ૪૦ બેડની વ્યવસ્થા: આઠ ઓપરેશન થિયેટર: બાયોમેડિકલ વેસ્ટનાં નિકાલ માટે કોરીડોરની વ્યવસ્થા: ગરીબ દર્દીઓને ઓપરેશનની સારવાર માટે અમદાવાદ નહીં જવુ પડે.

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ ૩૦૦૦ થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. જેમાં ગંભીર રોગોના તબીબો ન હોવાથી તેને અમદાવાદ અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર મટે જવુ પડે છે. પરંતુ તેનો ખર્ચ પણ ગરીબ વર્ગને પરવડતો નથી.

સૌરાષ્ટ્રનીસૌથી મોટી ગણાતી રાજકોટ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળે છે તેવી સારવાર અને સુવિધા મળી રહે તે માટે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત ૫૯ એકરમાં પથરાયેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલમાં ૨૦ હજાર સ્ક્વેર મીટરની વિશાળ જગ્યામાં ઊભા રહેલા જૂના વોર્ડ તોડીને રૂ.૧૫૦ કરોડના ખર્ચે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર સહિત ૬ માળની અદ્યતન સુપર સ્પેશિયાલિટી સર્વિસ મળે તેવી હોસ્પિટલના નિર્માણનું કાર્ય અંતે વેગવાન બન્યું છે. જેમાં ૧૨૦ કરોડ કેન્દ્ર સરકાર અને ૩૦ કરોડ રાજ્ય સરકારે ફાળવ્યા છે.

જેમાં ૮૦ કરોડ બિલ્ડિંગના બાંધકામ પાછળ ખર્ચવામાં આવશે તેમજ ૪૫ કરોડના મેડિકલ સાધનો અને મશીનટુલ્સની ખરીદી કરવામાં આવશે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે મેડિકલ સાધનો અને તમામ વિભાગ માટે નિષ્ણાત તબીબ, સ્ટાફની ભરતી માટેની માગણી સરકારમાંથી મંજૂર થઇ ગઇ છે. ૨ વર્ષ પહેલાંના પ્રોજેક્ટમાં જૂની હોસ્પિટલના ડિમોલિશન માટેની મંજૂરી મેળવવામાં બે વર્ષ વિતી ગયા હતા. હવે ડિમોલિશનની કામગીરી ચાલુ થઇ જતાં માર્ચ મહિનામાં ભૂમિપૂજન બાદ બે વર્ષની અંદર બિલ્ડિંગ તૈયાર થઇ જશે. તમામ માળખકીય સુવિધા અને છેલ્લામાં છેલ્લી ટેક્નોલોજીના મેડિકલ સાધનો અને નિષ્ણાત સર્જન, તબીબો, નર્સિંગ સ્ટાફ સાથેની હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવશે. તમામ પ્રકારના રિપોર્ટ (સીટી સ્કેન, એમઆરઆઇ સિવાય) પણની સુવિધા ઉપલબ્ધ હોવાથી હવે દર્દીઓને સારવાર માટે બહાર નહીં જવું પડે તેમ સિવિલ સર્જન ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતું.

સુપરસ્પેશિયાલિટી સેવા સાથેની હોસ્પિટલના કારણે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખઈઇં અને ઉખના અભ્યાસક્રમ હવે અહીં શરૂ થઇ શકશે. જેથી વિદ્યાર્થીઓનું ભાવિ વધુ ઉજળુ બનશે.

દર્દીઓને મળશે સુપર સ્પેશિયાલીટી સુવિધાઓ: પ્રાઇવેટ વોર્ડની વ્યવસ્થા પણ મળશેરાજકોટ સિવિલ હોસ્પિટલમાં જુના વોર્ડને પાડી દઇ હવે નવી આધુનિક છ માળની બિલ્ડીંગનું નિર્માણ થશે. તેમાં પેશાબને લગતા રોગના નિદાન, ઓપરેશન (યુરોલોજી, નેફ્રોલોજી), મગજને લગતા રોગના નિદાન ઓપરેશન (ન્યુરોલોજી, ન્યુરો સર્જરી), હૃદયને લગતા દર્દોનું નિદાન સારવાર (કાર્ડિયોલોજી, કાર્ડિયો થોરાટીક સર્જન), પ્લાસ્ટિક સર્જરી, બર્ન્સ સર્જરી, પાડીયાટ્રીક સર્જરી, તમામ સુવિધા સાથે ૧૬૦ બેડની વ્યવસ્થા, આઇસીયુ માટે ૪૦ બેડની વ્યવસ્થા તેમજ આઠ ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવશે. તેમજ દર્દીઓને મળતા પ્રાઇવેટ વોર્ડની સુવિધા બંધ છે. પરંતુ નવી હોસ્પિટલમાં આ સુવિધાનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. નવી હોસ્પિટલમાં ૧૦ પ્રાઇવેટ ‚મ ફાળવવામાં આવ્યા છે.

હાલ દર્દીઓને શું સુવિધા અપાય છે?

રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૭૫૦ પથારીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેમજ ૩ હજાર જેટલા દર્દીઓ રોજ ઓપીડી સારવાર માટે આવે છે. ૨૭૫થી ૩૦૦ જેટલા નવા દર્દીઓને દાખલ કરાય છે. ૯૫થી ૧૦૦ જેટલી સર્જરી કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાંથી આવતા કુલ ૩૫૦૦ જેટલા દર્દીઓના રોજના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે.

રાજદ્રોહના ગુનામાં

પીઆઈ આ. એ. દહિયાએ હાર્દિક પટેલ સામે મુખ્ય ચાર્જશીટ તથા પાછળથી પકડાયેલા બે આરોપીઓ વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ સામે પુરવણી ચાર્જશીટ રજૂ કરતા કેસ મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં કમિટ થયો હતો. ત્યાર બાદ આ કેસમાં સરકારે સૂચિત તહોમતનામું તૈયાર કરી દીધું છે અને તે ફરમાવવાની તૈયારી થઈ ચૂકી છે. ત્યારે કોર્ટની મુદત પર હાર્દિક પટેલ હાજર ન રહેતા બચાવ પક્ષના એડવોકેટે યશવંતસિંહ વાળો સામાજિક કારણોસર તે હાજર રહી શકે તેમ નથી. તેવી હાજરી મુક્તિની અરજી આપી હતી જેની સામે મુખ્ય સરકારી વકીલ સુખડવાળાએ વોરન્ટ કાઢવાની એક અરજી આપી હતી. જેમાં ડીજીપીએ જણાવ્યું હતું કે ગત મુદ્દત પર પણ હાર્દિક સમયસર નહીં પરંતુ કોર્ટમાં મોડો આવ્યો હતો અને આ મુદ્દત પર પણ હાજર નહીં રહી ટ્રાયલ ચલાવવામાં વિલંબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કયા કારણોસર હાર્દિક કોર્ટમાં આવી શક્યો નથી તે કારણ કોર્ટને બતાવાયું નથી. જોકે કોર્ટની મુદત પર અન્ય બે આરોપી વિપુલ તથા ચિરાગ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. વોરન્ટ અરજીની સુનાવણી ત્રીજી માર્ચના રોજ હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.

અદ્યતન હોસ્પિટલમાં શું હશે વ્યવસ્થા?

બેઝમેન્ટ: માત્ર પાર્કિંગ

ગ્રાઉન્ડ ફલોર: રજિસ્ટ્રેશન, વહીવટી ઓફિસ, ડાયાલિસીસ યુનિટ, ઇમરજન્સી વિભાગ, પ્રાઇવેટ રૂમ

૧ લો માળ : યુરોલોજી, નેફ્રોલોજી વિભાગ

૨ જો માળ : હૃદય, કાર્ડિયો થોરાટિક સર્જન

૩ જો માળ : ન્યૂરોલોજી, ન્યૂરો સર્જરી

૪ થો માળ : પ્લાસ્ટિક સર્જરી, પીડિયાટ્રિક સર્જરી, બર્ન્સના દર્દીઓની સારવાર

૫ મો માળ : ૮ ઓપરેશન થિયેટર, ૪૦ બેડનું અદ્યતન આઇસીયુ યુનિટ

૬ ઠ્ઠો માળ : CSSD વિભાગ, સાધનો રાખવા માટે (ઓટો ક્લેવ)

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.