Abtak Media Google News

અનુરાધા જીનીંગ મીલના ભાગીદારોએ સીસીલોન લઇ કપાસનો જથ્થો સગેવગે કરી કૌભાંડ આચયું

જસદણમાં આવેલી અનુરાધા જીનીંગ મીલના ભાગીદારોએ રાજકોટ નાગરિક સહકારી બેન્કમાંથી રૂ.૪ કરોડની સીસીલોન લઇ ભાગીદારોએ કપાસનો જથ્થો અને મશીનરી બારોબાર સગેવગે કરી લોનના હપ્તા ન ભરી બેન્ક સાથે ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના યુનિર્વસિટી રોડ પર આવેલા સદગુ‚નગરમાં રહેતા કિશોરસિંહ દોલતસિંહ ઝાલાએ જસદણની અનુરાધા જીનીંગ મીલના ભાગીદાર રવજી ભીખા ઠુમ્મર અને ડોકટર ચતુર લાલજીભાઇ બાવીસી સામે રૂ.૪ કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

રવજી ઠુમ્મર અને ડો.ચતુર બાવીસીએ જસદણમાં અનુરાધા જીનીંગ મીલ ભાગીદારીમાં ધંધો શ‚ કરી રાજકોટ નાગરિક સહકારી બેન્કમાંથી રૂ.૪ કરોડની સીસીલોન લીધા બાદ બંને શખ્સોએ જીનીંગ મીલની મશીનરી અને કપાસનો જથ્થો બારોબાર વેચી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ડો.ચતુર બાવીસીની ધરપકડ કરી રવજી ઠુમ્મરની શોધખોળ હાથ ધરી છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.