રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્વચ્છતા અભ્યાસ મિશન અંતર્ગત રાજકોટ મેયર બિનાબેન આચાર્યનું સરપ્રાઈઝ ચેકિંગ

77

રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટ મેડીકલ સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભ્યાસ મિશન અંતર્ગત બંને સ્થળ પર રાજકોટના મેયર શ્રી બિનાબેન આચાર્યનું સરપ્રાઈઝ ચેકિંગ.

મેયર શ્રી બિનાબેન આચાર્ય સહીત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંતભાઈ ઠાકરની ખાસ ઉપસ્થિતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલની આજુ બાજુ રોડ રસ્તાની ગંદકી દુર કરવા તાકીદને સુચના આપતા મેયર શ્રી બિનાબેન આચાર્ય.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આખા દેશમાં સ્વચ્છતા અભ્યાસ ચલાવાય રહેલ છે. ત્યારે ખાસ કરી ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા સભ્યાસ જોરદાર ચલાવાય રહ્યું છે.

અહીં રાજકોટ ખાતે સૌરાષ્ટ્રની સિવિલ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજ સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજકોટના મેયરશ્રી બિનાબેન આચાર્યના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અંગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરેલ. તેઓની સાથે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, સિવિલ હોસ્પિટલ કાઉન્સેલર જયંતભાઈ ઠાકર, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.મનીષભાઈ મહેતા, મેડીકલ કોલેજના ડીન ડૉ.ગૌરવીબેન ધ્રુવ જોડાયેલ અને આખી હોસ્પિટલના કમ્પાઉન્ડ તેમજ મેડીકલ કોલેજ કમ્પાઉન્ડમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરેલ.

જે તે જગ્યાએ ક્ષતિઓ દુર કરવા મેયરશ્રી બિનાબેન આચાર્યએ સ્વચ્છતા રાખવા સુચના આપી હતી.

તેમની સાથે સિવિલ હોસ્પિટલના ડોકટરો સર્વેશ્રી ડૉ.જાગૃતિબેન મહેતા, ડૉ.મીલાબેન ભૂપતાણી, ડૉ.કમલભાઈ ગૌસ્વામી, ડૉ.કવિતાબેન દુધરેજીયા, ડૉ.રશ્મીબેન, ડૉ.નથવાણી, ROM ડૉ.રોય, ડૉ.વિઠ્ઠલાણી, ડૉ.કીર્તિભાઈ પટેલ, સિક્યોરિટી ઓફિસર ગીરીરાજસિંહ સહીત તમામ સ્ટાફ જોડાય હતા.

ખરા અર્થમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરેલ હતું. અન્ય જનાના હોસ્પિટલમાં પણ રાઉન્ડ મારી જે તે ડોક્ટરો નર્સિગ સ્ટાફની કામગીરી નિહાળેલ હતી.

Loading...