Abtak Media Google News

નવ નિયુકત રેલ્વે મેનેજરની મુલાકાત લઈ રજૂઆત કરી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયાએ રાજકોટ રેલ્વે ઓફિસ ખાતે નવ નિયુકત ડિવીઝનલ રેલ્વે મેનેજર પરમેશ્વર ફુંકવાલેની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. ચેમ્બર દ્વારા ડિવીઝનલ રેલ્વે મેનેજરને રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને હાલમાં ભોગવવી પડતી મુશ્કેલીઓ અંગે તથા રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે જરૂરીયાત સુવિધાઓ પુરી પાડવા વગેરે બાબતો ધ્યાન પર મુકેલ હતી.

જેમાં ખાસ (૧) સુરેન્દ્રનગર-રાજકોટ ડબલ ટ્રેકનું કામ ઝડપી પૂર્ણ કરવા. (૨) દુરન્તો એકસપ્રેસ ટ્રેનને બોરીવલી સ્ટેશને સ્ટોપ આપવા. (૩) હરિદ્વાર મેલ અને નવજીવન એકસપ્રેસને રાજકોટ સુધી લંબાવવા માટેનો ફેસીબીલીટી રીપોર્ટ અંગે. (૪) રાજકોટ રેલ્વે સ્ટેશનના રીનોવેશનનું કામ ઝડપી પૂર્ણ કરવા. (૫) રાજકોટ રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલ એસ્કેલેટરનું કામ ઝડપી પૂર્ણ કરવા. (૬) રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૨ અને ૩ ઉપર કોચઈન્ડીકેટરનું કામ પૂર્ણ કરવા વગેરે બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી. તેઓએ ચેમ્બરની રજૂઆતો અંગે સહાનુભુતિ દર્શાવી મુસાફરોની સુવિધાઓ માટે યોગ્ય કરવા તેમજ તેના નિરાકરણ લાવવા માટે ખાત્રી આપેલ તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.