Abtak Media Google News

હજારોની સંખ્યામાં ભાવિકોએ  બાપુના દર્શનનો લાભ લીધો

જાણીતા સંત પૂજ્ય શ્રી હરિચરણદાસ બાપુનો આજે ૯૭ મો જન્મદિવસ હતો. તે નિમિતે ગોંડલમાં રામજી મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાએ પણ સવારમાં સંત પૂજયશ્રી હરિચરણદાસ બાપૂને વંદન કરીને આશીર્વાદ લીધા હતા.Img 20190411 Wa0022 Copy Copyઆ તકે બાપુએ તેમને શુભેચ્છા પાઠવી હતી. મોહનભાઇ કુંડારિયા સાથે ભાજપના અગ્રણી મયુરભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુપ્રસિદ્ધ ક્રિકેટર અને બાપુના અનન્ય ભક્ત ચેતેશ્વર પૂજરા પણ બાપુના આશીર્વાદ લેવા પધારેલ. તેમજ મોહનભાઇ કુંડારિયાને ચેતેશ્વર પૂજારાએ શુભેચ્છા પાઠવી હતી.Img 20190411 Wa0025 Copy

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.