Abtak Media Google News

રાજસ્થાનનાં કોટામાં સરકારી હોસ્પિટલમાં અસંખ્ય બાળ મૃત્યુ બાદ રાજકોટ-અમદાવાદમાં ૧૯૯ બાળ મૃત્યુઆંક નોંધાયો : રાજયમાં બાળ મૃત્યુઆંક વધતા રાજકારણ ગરમાયું

દેશભરમાં બાળ મૃત્યુઆંકને લઈ રાજકારણ ગરમાયું હોય તેમ કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહારો શરૂ કર્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજસ્થાનમાં કોંગ્રેસી સરકાર હોય અને ત્યાં કોટા સરકારી હોસ્પિટલમાં બાળ મૃત્યુ આંક ને ઢાંકવા માટે કોંગ્રેસ દ્વારા આક્ષેપ બાજી શરૂ કરવામાં આવી હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ડિસેમ્બર મહિનામાં ગુજરાત નાં રાજકોટ અને અમદાવાદની સરકારી હોસ્પિટ લો માં ૧૯૯ શીશુ ઓનાં મૃત્યુ નિપજયા હોવા નું આરોગ્ય તંત્ર જાહેર કરવામાં આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

7537D2F3 4

રાજકોટ અને અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં કુલ ૧૯૯ મૃત્યુઆંક ડિસેમ્બર મહિનામાં નોંધાયા છે જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૧૧ બાળ મૃત્યુ નોંધાયા છે અને ૨૮ ટકા બાળકો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં સારવાર હેઠળ હતા. રાજયનાં આરોગ્યતંત્ર દ્વારા રવિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૬૯ અને ૨૫૩ મૃત્યુઆંક ઓકટોબરથી ડિસેમ્બર-૨૦૧૯ સુધી નોંધાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં દાખલ કરવામાં આવેલા ૩૮૮ નવજાત શીશુઓને આઈસીયુમાં રખાયા હતા તેમાંથી ૧૬૦ શીશુઓ અન્ય આરોગ્ય કેન્દ્રમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૮ શીશુઓના મૃત્યુ ડિસેમ્બર મહિનામાં થયા છે. તે દરમિયાન ૪૧૫ બાળ દર્દી દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૪૩ શીશુઓ અન્ય આરોગ્ય કેન્દ્રમાંથી રીફર કરી દાખલ કરવામાં આવ્યા હોવાનું રાજયનાં આરોગ્યતંત્રએ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિ પ્રમાણે આરોગ્ય કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે, અન્ય આરોગ્ય કેન્દ્ર અને બીજા રાજયોમાંથી ગુજરાતમાં રીફર કરવામાં આવતા બાળ શીશુઓનાં ગંભીર કેસો પણ મૃત્યુઆંક વધવાનું કારણ હોય શકે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાયેલા ૧૨૯૬ દર્દીઓમાંથી ૪૯૯ તો અન્યત્રથી રીફર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ગત ઓકટોબર-ડિસેમ્બર માસ દરમિયાન ૧૩૫૭ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં ૮૦૨ દર્દીઓ અન્યત્રથી રીફર કરવામાં આવ્યા હતા. રાજકોટમાં ઓકટોબર મહિના દરમિયાન ૧૯.૩ ટકા, ૧૫.૫ ટકા અને ૨૮ ટકા જેટલા દર્દીઓ ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દર્દીનાં આંકડા નોંધાયા છે. જેમાંથી ૩૫ થી ૪૦ ટકા બાળ દર્દીઓ નાજુક સ્થિતિએ પહોંચી ગયા બાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૧ બાળ મૃત્યુ ઓકટોબર મહિનામાં નોંધાયા હતા. નવેમ્બરમાં ૭૪ અને ડિસેમ્બર મહિનામાં ૮૮ બાળ મૃત્યુ નોંધાતા મૃત્યુઆંક ૧૮.૪ ટકા, ૧૬.૪૧ ટકા અને ૨૧.૨ ટકા નોંધાયો હતો જેમાં અન્ય આરોગ્ય કેન્દ્રમાંથી રીફર કરવામાં આવેલા બાળ દર્દીઓની ટકાવારી ૫૫ ટકા રહી હતી.

રાજસ્થાનના કોટા સરકારી હોસ્પિટલમાં અસંખ્ય બાળકોનાં મૃત્યુ થયાના કારણે દેશભરમાં ચર્ચાઓ જાગી છે ત્યારબાદ ગુજરાતના અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં બાળ મૃત્યુઆંક વધતા રાજયનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ દ્વારા સતાધારી પક્ષ સામે આક્ષેપબાજી શરૂ કરી છે. કોંગ્રેસ નાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ આક્ષેપ કર્યો હતો કે, આ ઉંચો મૃત્યુઆંક માત્ર અમદાવાદ અને રાજકોટ પુરતુ મર્યાદિત નથી. આ મૃત્યુના આંકડાઓ રાજયનાં હજારો સરકારી દવાખાના ઓમાં પણ સર્જાઈ રહ્યા છે તેની ગણતરી પણ ધ્યાને લેવી જોઈએ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરની લોન હોસ્પિટલ અને રાજસ્થાનની કોટા હોસ્પિટલમાં થયેલા નવજાત બાળ મૃત્યુના આંકડાઓ વધારે હોવા છતાં કોંગ્રેસ શાસિત રાજય સરકારોની નિષ્ફળતા અને ધમપછાડો કરવા લોકોનું ધ્યાન પોતાની અસફળતા પરથી વાળવા આ મુદ્દાને ચગાવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારને તે પુછવા માંગે છે કે, શા માટે દર્દીઓ પાડોશી રાજયોમાંથી સારવાર માટે ગુજરાતમાં આવે છે. જો ત્યાં તેમના રાજયમાં સારી આરોગ્ય સેવા આપી હોય તો આવા પરીણામો ન આવે અને સારવાર માટે ગુજરાતમાં શા માટે આવવું પડે ? તે કોંગ્રેસનાં નેતાઓએ નોંધ લેવી જોઈએ.

ડિસેમ્બર માસમાં ૧૩૪ નવજાત બાળકોનાં મૃત્યુની ઘટનાથી સમગ્ર રાજયમાં ખળભળાટ

રાજય સરકાર બચાવની ભૂમિકામાં, કોંગ્રેસ સરકાર પર તુટી પડી: રાજસ્થાનનાં કોટામાં બાળ મૃત્યુની ઘટનાનો રેલો ગુજરાતમાં આવ્યો

૮૮ શીશુઓના મૃત્યુ ડિસેમ્બર મહિનામાં થયા છે. તે દરમિયાન ૪૧૫ બાળ દર્દી દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૪૩ શીશુઓ અન્ય આરોગ્ય કેન્દ્રમાંથી રીફર કરી દાખલ કરવામાં આવ્યા હોવાનું રાજયનાં આરોગ્યતંત્રએ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિ પ્રમાણે આરોગ્ય કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે, અન્ય આરોગ્ય કેન્દ્ર અને બીજા રાજયોમાંથી ગુજરાતમાં રીફર કરવામાં આવતા બાળ શીશુઓનાં ગંભીર કેસો પણ મૃત્યુઆંક વધવાનું કારણ હોય શકે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાયેલા ૧૨૯૬ દર્દીઓમાંથી ૪૯૯ તો અન્યત્રથી રીફર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ગત ઓકટોબર-ડિસેમ્બર માસ દરમિયાન ૧૩૫૭ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં ૮૦૨ દર્દીઓ અન્યત્રથી રીફર કરવામાં આવ્યા હતા. રાજકોટમાં ઓકટોબર મહિના દરમિયાન ૧૯.૩ ટકા, ૧૫.૫ ટકા અને ૨૮ ટકા જેટલા દર્દીઓ ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં દર્દીનાં આંકડા નોંધાયા છે.

જેમાંથી ૩૫ થી ૪૦ ટકા બાળ દર્દીઓ નાજુક સ્થિતિએ પહોંચી ગયા બાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૧ બાળ મૃત્યુ ઓકટોબર મહિનામાં નોંધાયા હતા. નવેમ્બરમાં ૭૪ અને ડિસેમ્બર મહિનામાં ૮૮ બાળ મૃત્યુ નોંધાતા મૃત્યુઆંક ૧૮.૪ ટકા, ૧૬.૪૧ ટકા અને ૨૧.૨ ટકા નોંધાયો હતો જેમાં અન્ય આરોગ્ય કેન્દ્રમાંથી રીફર કરવામાં આવેલા બાળ દર્દીઓની ટકાવારી ૫૫ ટકા રહી હતી.

રાજસ્થાનના કોટા સરકારી હોસ્પિટલમાં અસંખ્ય બાળકોનાં મૃત્યુ થયાના કારણે દેશભરમાં ચર્ચાઓ જાગી છે ત્યારબાદ ગુજરાતના અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં બાળ મૃત્યુઆંક વધતા રાજયનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ દ્વારા સતાધારી પક્ષ સામે આક્ષેપબાજી શરૂ કરી છે. કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, આ ઉંચો મૃત્યુઆંક માત્ર અમદાવાદ અને રાજકોટ પુરતુ મર્યાદિત નથી. આ મૃત્યુના આંકડાઓ રાજયનાં હજારો સરકારી દવાખાનાઓમાં પણ સર્જાઈ રહ્યા છે તેની ગણતરી પણ ધ્યાને લેવી જોઈએ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરની લોન હોસ્પિટલ અને રાજસ્થાનની કોટા હોસ્પિટલમાં થયેલા નવજાત બાળ મૃત્યુના આંકડાઓ વધારે હોવા છતાં કોંગ્રેસ શાસિત રાજય સરકારોની નિષ્ફળતા અને ધમપછાડો કરવા લોકોનું ધ્યાન પોતાની અસફળતા પરથી વાળવા આ મુદ્દાને ચગાવી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારને તે પુછવા માંગે છે કે, શા માટે દર્દીઓ પાડોશી રાજયોમાંથી સારવાર માટે ગુજરાતમાં આવે છે.

જો ત્યાં તેમના રાજયમાં સારી આરોગ્ય સેવા આપી હોય તો આવા પરીણામો ન આવે અને સારવાર માટે ગુજરાતમાં શા માટે આવવું પડે ? તે કોંગ્રેસનાં નેતાઓએ નોંધ લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.